ભારતે બીજી T20માં ઝિમ્બામ્વેને 90 રનથી હરાવીને સિરીઝ જીતી

ભારતે ઝિમ્બામ્વે સામેની બીજી T20 મેચ 90 રનથી જીતી સિરીઝ કબજે કરી છે. ઈશાન કિશન અને તિલક વર્માની અડધી સદી અને અભિષેક શર્માની 3 વિકેટની મદદથી ભારતે એકતરફી જીત મેળવી હતી.

શનિવારે હરારેમાં ભારતે ઝીમ્બામ્વે સામે બીજી T20I મેચ 90 રનથી જીતી લીધી છે. આ સાથે ભારતીય ટીમે 3 મેચની આ સિરીઝમાં સતત બે મેચમાં જીત મેળવી સિરીઝ પર કબ્જો જમાવી લીધો છે. આજે બીજી મેચમાં અભિષેક શર્માએ 3 વિકેટ ઝડપી હતી જ્યારે બેટિંગમાં ઈશાન કિશન અને તિલક વર્માએ શાનદાર અડધી સદી ફટકારી હતી.

ભારત અને ઝીમ્બામ્વે વચ્ચે 3 મેચની T20 સિરીઝની બીજી મેચ આજે હરારે સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાઈ હતી. ઝીમ્બામ્વેના કેપ્ટન સિકંદર રઝાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરવાનો નિર્ણય લીધો હતો. શ્રેયસ અચ્યર સતત 8 T20I મેચમાં ટોસ જીતવા બાદ પહેલી વખત ટોસ હાર્યાંહતો.

220 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઝીમ્બામ્વેની શરૂઆત સારી રહી હતી. બ્રાયન બેનેટ આઉટ થયા બાદ પૂરી ટીમ ધરાસાઈ થઈ ગઈ હતી. ભારત તરફતી ડેબ્યુ કરનાર યશ ઠાકુરે પહેલી વિકેટ અપાવી હતી. પ્રિંસ યાદવે 1.2 ઓવરની બોલિંગ કરી ઈજાગ્રસ્ત થયો હતો. આ અગાઉ તેણે બે વિકેટ લીધી હતી. ઝીમ્બામ્વેની ટીમ 17.5 ઓવરમાં 129 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!