ભારત કોમનવેલ્થ ગેમ્સ 2030 માટે કરશે દાવેદારી, કેબિનેટે પ્રસ્તાવને આપી મંજૂરી

ભારત અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે દાવો રજૂ કરશે. બુધવારે, કેન્દ્રીય મંત્રીમંડળે બિડિંગ પ્રસ્તાવને મંજૂરી આપી હતી

નવી દિલ્હી,બુધવાર:  ભારત અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની માટે દાવો રજૂ કરશે. બુધવારે, કેન્દ્રીય મંત્રીમંડળે બિડિંગ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. અગાઉ 14 ઓગસ્ટના રોજ, ભારતીય ઓલિમ્પિક એસોસિએશન (IOA) એ તેને મંજૂરી આપી હતી. હવે ભારતે 31 ઓગસ્ટ સુધીમાં અંતિમ બિડિંગ પ્રસ્તાવ રજૂ કરવાનો રહેશે. નવેમ્બરના અંતમાં નક્કી કરવામાં આવશે કે તેને યજમાની મળશે કે નહીં.

કેનેડા રેસમાંથી બહાર થયા પછી, ભારતને 2030 કોમનવેલ્થ ગેમ્સનું યજમાની મળવાની શક્યતા વધી ગઈ છે. ગયા મહિને, કોમનવેલ્થ સ્પોર્ટ ડિરેક્ટર ડેરેન હોલના નેતૃત્વમાં એક ટીમે અમદાવાદમાં સ્થળોની મુલાકાત લીધી હતી.

ગુજરાત સરકારના અધિકારીઓ સાથે પણ એક બેઠક યોજાઈ હતી. કોમનવેલ્થ સ્પોર્ટ એ એવી સંસ્થા છે જે કોઈ દેશને યજમાની આપવાનો નિર્ણય લે છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!