Iran Israel war: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ વધુ ભયંકર બન્યું છે. ઈરાને સોલિડ ફ્યુઅલ મિસાઈલથી હુમલો કરી ઈઝરાયેલની ચિંતા વધારી છે. જાણો આ ખતરનાક મિસાઈલની ખાસિયતો વિશે.

ઈરાન, મંગળવાર
Iran Israel war: મધ્ય પૂર્વમાં ચાલી રહેલો તણાવ હવે વધારે ગંભીર બની ગયો છે. યુદ્ધના 9મા દિવસે પણ શાંતિના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ઈરાન હવે કોઈ પણ સંજોગોમાં પાછળ હટવા તૈયાર નથી અને તે ઈઝરાયેલ તેમજ અમેરિકાને જડબાતોડ જવાબ આપી રહ્યું છે.
ઈરાન તરફથી સતત ડ્રોન અને મિસાઈલ હુમલા કરવામાં આવી રહ્યા છે. ઈરાનની ‘ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ’ (IRGC) એ દાવો કર્યો છે કે, તેમણે ‘ઓપરેશન પ્રોમિસ 4’ હેઠળ 27મી વખત હુમલાઓ શરૂ કરી દીધા છે. ખાસ કરીને ઉત્તર ઈઝરાયેલમાં આ હુમલાઓ તેજ કરવામાં આવ્યા છે.
અત્યાધુનિક ‘ખૈબર શેકુન’ મિસાઈલનો ઉપયોગ
આ હુમલાઓને વધુ ખતરનાક બનાવતી બાબત એ છે કે, ઈરાનના એરોસ્પેસ ડિવિઝને ‘સોલિડ ફ્યુઅલ મિસાઈલ સિસ્ટમ’નો ઉપયોગ શરૂ કર્યો છે. ઈરાને આ અત્યાધુનિક મિસાઈલનું નામ ‘ખૈબર શેકુન’ રાખ્યું છે. આ મિસાઈલની સૌથી મોટી ખાસિયત એ છે કે તેને છોડતી વખતે (પ્રક્ષેપ સમયે) જ ઈંધણ (Fuel) ભરવાની જરૂર પડતી નથી. તેમાં વહેલું પણ ઈંધણ ભરી શકાય છે, જેના કારણે તે ગમે ત્યારે પ્રહાર કરવા માટે એક્ટિવ રહે છે.
આ મિસાઈલ આટલી ખતરનાક કેમ છે?
આ મિસાઈલને ગણતરીની મિનિટોમાં જ લોન્ચ કરી શકાય છે. તેને સ્ટોર કરવી અને હેન્ડલ કરવી ખૂબ જ સરળ છે. સોલિડ ફ્યુઅલ (ઘન ઈંધણ) હોવાના કારણે તે વધુ પે-લોડ (વધારે વિસ્ફોટકો) પોતાની સાથે લઈ જઈ શકે છે. આ મિસાઈલની સ્પીડ અત્યંત પ્રચંડ અને તેજ છે. તે લાંબા અંતર સુધી સચોટ નિશાન લગાવીને ભારે તબાહી મચાવી શકે છે.
શું છે આ ટેકનોલોજીનો ઈતિહાસ?
આ પ્રકારની ટેકનોલોજી કોઈ નવી નથી. 1970ના દાયકામાં તત્કાલીન સોવિયેત સંઘે તેનો સૌપ્રથમ ઉપયોગ કર્યો હતો. ત્યારે તેનું નામ SMVL રાખવામાં આવ્યું હતું. ત્યારબાદ 1990માં પણ આવા પ્રકારની સોલિડ ફ્યુઅલ મિસાઈલો ડેવલપ કરવામાં આવી હતી. ઈરાને ઉત્તર ઈઝરાયેલ પર આ પ્રચંડ મિસાઈલો છોડીને સ્પષ્ટ કરી દીધું છે કે તે નમતું જોખવાના મૂડમાં જરા પણ નથી. યુદ્ધની પરિસ્થિતિ હવે અત્યંત નાજુક અને ગંભીર વળાંક પર પહોંચી ગઈ છે.











