જો રૂટે રિકી પોન્ટિંગનો રેકોર્ડ તોડ્યો, બીજા સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો

ઇંગ્લેન્ડના અનુભવી બેટ્સમેન જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ રિકી પોન્ટિંગના ૧૩,૩૭૮ રનના રેકોર્ડને તોડી નાખ્યો છે

નવી દિલ્હી,શુક્રવાર:  ઇંગ્લેન્ડના અનુભવી બેટ્સમેન જો રૂટે ટેસ્ટ ક્રિકેટમાં વધુ એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ રિકી પોન્ટિંગના ૧૩,૩૭૮ રનના રેકોર્ડને તોડી નાખ્યો છે. હવે રૂટ ટેસ્ટ ઇતિહાસમાં બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ ઐતિહાસિક ક્ષણ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી ચોથી ટેસ્ટના ત્રીજા દિવસે જોવા મળી હતી.

રૂટે ૧૮૭મી ટેસ્ટમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી, જ્યારે પોન્ટિંગે ૧૬૮ મેચમાં ૧૩,૩૭૮ રન બનાવ્યા હતા. ૩૪ વર્ષીય રૂટે ભારત સામે અત્યાર સુધીમાં ૧૨ સદી ફટકારી છે અને તેમની સરેરાશ ૫૦ થી ઉપર છે. ચોથી ટેસ્ટની પહેલી ઇનિંગમાં રૂટે ૧૧૨ રનની શાનદાર ઇનિંગ રમી હતી અને ઇંગ્લેન્ડને પહેલી ઇનિંગમાં ૭૫ રનની લીડ અપાવી હતી.

ICC ચેરમેન જય શાહે ટ્વિટર પર એક પોસ્ટમાં જો રૂટની સિદ્ધિ વિશે લખ્યું,
“ઈંગ્લેન્ડના બેટ્સમેન જો રૂટ માટે આ એક મહાન અને ઐતિહાસિક સિદ્ધિ છે. તે ઓસ્ટ્રેલિયન દિગ્ગજ રિકી પોન્ટિંગને પાછળ છોડીને પુરુષોના ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારાઓની યાદીમાં બીજા સ્થાને પહોંચી ગયો છે. હવે ફક્ત ભારતના મહાન સચિન તેંડુલકર જ તેમની આગળ છે. શાનદાર પ્રદર્શન, જો!”

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!