ફિલ્મ ‘સિલા’ માં વિલનની જોશભરી ભૂમિકામાં નજરે પડશે : કરણ વીર મહેરા બિગ બોસ ૧૮નો વિનર તરીકે જાણીતો છે અને તેના ફોલોએર્સ તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે

મુંબઈ, મંગળવાર : ટેલિવિઝન જગતમાં પોતાનું આગવું સ્થાન બનાવનાર કરણ વીર મહેરા હવે બોલીવૂડમાં પગ મૂકવા તૈયાર છે. તેઓ જાણીતા ફિલ્મ નિર્માતા ઓમંગ કુમારની આગામી ફિલ્મ ‘સિલા’ માં વિલનની જોશભરી ભૂમિકામાં નજરે પડશે. અભિનેતાએ સોશિયલ મીડિયા પર પોતાનો ખતરનાક પહેરાવવાળો ફર્સ્ટ લુક પણ રિલીઝ કર્યો છે, જેમાં તેઓ લોહીલુહાણ અવસ્થામાં તલવાર સાથે લડતાં જોવા મળે છે. ફોટો સાથે એમણે કેપ્શન આપ્યું છે: “આ ફિલ્મમાં કરણ વીર મહેરા સાથે સાદિયા ખતીબ અને હર્ષવર્ધન રાણે પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જોકે, ફિલ્મની રિલીઝ તારીખ અંગે હજી કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી. કરણ વીર મહેરા બિગ બોસ ૧૮નો વિનર તરીકે જાણીતો છે અને તેના ફોલોએર્સ તેની ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.
કરણ વીર મહેરા અગાઉ બિગ બોસ ૧૮ના વિજેતા તરીકે ચર્ચામાં આવ્યા હતા, અને હવે તેમના ફોલોઅર્સ તેમને સિલ્વર સ્ક્રીન પર જોવા માટે ઉત્સુક છે. ‘સિલા’ દ્વારા તેઓ બોલીવૂડમાં પોતાની એક નવી ઓળખ બનાવવાની તૈયારીમાં છે. અભિનેતાએ હાલમાં જ વિલનની ભૂમિકાવાળું ખતરનાક પ્રથમ લુક જાહેર કર્યું છે. અભિનેતા હાથમાં તલવાર ઇને લોહીલુહાણ હાલતમાં લડતો જોવા મળી રહ્યો છે. સાથે અભિનેતાએ કેપ્શન લખ્યું છે કે, ખુદ કહી ખુદા, ખુડ દ ઇન્સાફ, ખૌફ કા નયા નામ -જેહરાકઆ ફિલ્મમાં અભિનેતા સાદિયા ખતીબ અને હર્ષવર્ધન રાણે સાથે જોવા મળવાનો છે. આ ફિલ્મની રિલીઝ તારીખની ઘોષણા હજી કરવામાં આવી નથી.











