દારૂની હેરાફેરીનો પર્દાફાશ: માણસા નજીક ઈકોમાંથી 21 હજારનો બિયરનો જથ્થો જપ્ત, ચાર ઝડપાયા

આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

ગાંધીનગર, શનિવાર
ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચ-2 (LCB-2) એ માણસા-વિજાપુર રોડ પર દારૂની હેરાફેરીનો પર્દાફાશ કરીને 21,000 ની કિંમતનો બિયરનો જથ્થો જપ્ત કર્યો છે. આ ઓપરેશનમાં પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને કુલ 5.21 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજ વાસમ શેટ્ટીની સૂચના હેઠળ પોલીસ પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. દરમિયાન, પીઆઈ એચ.પી. પરમારની ટીમ દ્વારા રંગપુર ગામના પાટીયા પાસે બાતમીના આધારે વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે વિજાપુરથી રંગપુર પાટીયા તરફ એક સફેદ ઈકો કારમાં વિદેશી દારૂનો જથ્થો પસાર થવાનો છે.

પોલીસે બાતમીના આધારે કારને રોકાવીને તલાશી લેતા તેમાંથી બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. આ કાર્યવાહીમાં પોલીસે દારૂ ઉપરાંત કાર અને અન્ય મુદ્દામાલ મળીને કુલ 5.21 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

ઝડપાયેલા આરોપીઓ:-

સુરેશજી કાનાજી ઠાકોર (રહે. માલણ તલાવ)

સંજયજી નટુજી ઠાકોર (રહે. ચામુંડાનગર ચરાડા)

વિલેશજી કચરાજી ઠાકોર (રહે. તખતપુરા, માણસા)

મહેશ ભેસલાલજી મીણા (હાલ રહે. અંબિકા ઓઈલ ફેક્ટરી, માણસા, મૂળ રાજસ્થાન)

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!