ગાંધીનગર જીલ્લાની એલસીબી-1 ટીમે એક મોટી સફળતા મેળવી છે. પેથાપુર વિસ્તારમાં આવેલા વાસણ ગામથી રાધે ગામ તરફ જતા રસ્તા પાસે, સરકારી શાળાની પાછળની બાજુથી પોલીસને મોટો દારૂનો જથ્થો ઝડપ્યો છે.

ગાંધીનગર, બુધવાર
ગાંધીનગર રેન્જના વડા વિરેન્દ્રસિંહ યાદવ તથા જીલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટી દ્વારા પ્રોહીબીશન અને જુગારની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે અસરકારક પેટ્રોલિંગ અને રેઇડ કરવા એલ.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. વાળાને ખાસ સૂચના આપવામાં આવી હતી.
આ સૂચનાના આધારે, પોલીસ ઇન્સ્પેક્ટર ડી.બી. વાળાએ એલ.સી.બી.ના કર્મચારીઓની અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલિંગ શરૂ કરાવ્યું હતું. આજે એલ.સી.બી-1ના પો.ઇન્સ. એન.બી. ચૌધરી અને તેમની ટીમ ગાંધીનગર જિલ્લામાં પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન, અ.પો.કો. જયદિપસિંહ વિક્રમસિંહ, આ.પો.કો. મનિષસિંહ બિપીનસિંહ, અને આ.પો.કો. વિજયસિંહ પ્રવિણસિંહને મળેલી સંયુક્ત અને ચોક્કસ બાતમીના આધારે, વાસન (મહાદેવ) ગામની સીમ, વાસનથી રાંધેજા ગામ તરફ જતા રોડ પર આવેલ સરકારી શાળાની પાછળના ભાગેથી એક સફેદ કલરની કિયા સેલ્ટોસ ગાડી નંબર GJ-27-DH-9620 માંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
જપ્ત કરાયેલ મુદ્દામાલ
* કુલ 1476 નાની-મોટી દારૂની બોટલો અને બિયર ટીન (51 પેટીઓ)
* દારૂની અંદાજિત કિંમત: 5,39,925.48/-
* ક્યારસે ટોસ કારની કિંમત: 7,00,000/-
* મળેલ જૂના નંબર પ્લેટ (GJ-03-MR-0170): 2 નંગ
* કુલ જપ્ત માલમત્તાની કિંમત: 12,39,925.48/-
આરોપી અંગે માહિતી
કાર ચાલક અને આરોપીનું નામ અને સરનામું જાણવા મળ્યું નથી, જેને પકડવા માટે તપાસ ચાલુ છે. કાર પર જુના નંબર પ્લેટ લગાડવામાં આવ્યા હતા, જેનો ભેદ પણ ઉકેલવા પોલીસ તપાસ કરી રહી છે. LCB ગાંધીનગરના અધિકારીઓએ ખાનગી બાતમીના આધારે ઝડપી એક્શન લઇ ગુનો પકડ્યો. હેડ ઓફિસર વિરસિંહ યાદવ અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીના માર્ગદર્શન હેઠળ ટીમે આ કાર્યવાહીને અંજામ આપ્યો હતો.










