ગુજરાતમાં મેઘો મહેરબાન: નવસારીના જલાલપોરમાં 5.24 ઈંચ વરસાદ, જાણો ક્યાં કેટલો ખાબક્યો!

વરસાદના આંકડા મુજબ, 90 તાલુકા પૈકી 23 તાલુકા એવા છે જ્યાં નામ માત્ર 1-2 મિમી જ વરસાદ નોંધાયો છે, એટલે કે વરસાદે માત્ર હાજરી પુરાવી છે.

અમદાવાદ, બુધવાર
ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે અને મેઘરાજાની તોફાની બેટિંગ યથાવત છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 90 તાલુકામાં હળવાથી અતિ ભારે વરસાદ નોંધાયો છે, જેમાં નવસારી જિલ્લાના જલાલપોરમાં સૌથી વધુ 5.24 ઈંચ વરસાદ ખાબકતા જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી.

નવસારીમાં મેઘાની ધબધબાટી
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરાયેલા વરસાદના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં નવસારી જિલ્લામાં મેઘરાજાએ જોરદાર બેટિંગ કરી હતી. જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં ખાસ કરીને જલાલપોર તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 5.24 ઈંચ વરસાદ પડ્યો હતો.

આ ઉપરાંત, નવસારીમાં 2.20 ઈંચ, ગણદેવીમાં 2.13 ઈંચ, વાંસદામાં 0.47 ઈંચ, ચીખલીમાં 0.31 ઈંચ અને ખેરગામમાં 0.24 ઈંચ વરસાદ નોંધાયો હતો.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ
22 જુલાઈ 2025ના રોજ સવારે 6 વાગ્યાથી 23 જુલાઈ સવારે 6 વાગ્યાના 24 કલાકના સમયગાળા દરમિયાન રાજ્યના 90 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો.

રાજ્યના 9 તાલુકામાં 1 થી 3 ઈંચ વચ્ચે વરસાદ

જિલ્લો તાલુકો વરસાદ (ઈંચમાં)
સુરત મહુવા 2.2
નવસારી ગણદેવી 2.13
તાપી વાલોદ 2.01
વડોદરા વડોદરા 1.65
મહિસાગર કડાણા 1.46
ગાંધીનગર કલોલ 1.42
તાપી ડોલવાણ 1.3
વલસાડ ઉમરગામ 1.02

આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 15 જિલ્લાઓમાં આજે ભારે વરસાદ પડવાની સંભાવના છે. જેમાં સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તેમજ સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને દીવનો સમાવેશ થાય છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!