ગુજરાતમાં મેઘમહેર: સિઝનનો 51.09% વરસાદ, 26 ડેમ 100% ભરાયા!

આ સારા વરસાદને કારણે રાજ્યમાં પીવાના પાણી અને સિંચાઈ માટે પૂરતો જળસંગ્રહ થયો છે, જે ખેડૂતો અને નાગરિકો માટે રાહતના સમાચાર છે.

ગાંધીનગર, ગુરુવાર
ગુજરાતમાં આ સિઝનમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો કુલ 51.09% વરસાદ નોંધાઈ ચૂક્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગરના રિપોર્ટ અનુસાર, છેલ્લા 24 કલાકમાં રાજ્યના 139 તાલુકામાં 251-500 mm વરસાદ, 45 તાલુકામાં 501-1000 mm વરસાદ, અને 18 તાલુકામાં 1000 mm થી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના તમામ 33 જિલ્લામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે.

ક્યાં કેટલો વરસાદ?
રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લામાં 85.46% નોંધાયો છે, જે અત્યાર સુધીના સરેરાશ કરતા ઘણો વધારે છે. ત્યારબાદ દક્ષિણ ગુજરાતમાં 55.19%, સૌરાષ્ટ્ર અને પૂર્વ મધ્ય વિસ્તારમાં 49.26% અને સૌથી ઓછો ઉત્તર ગુજરાતમાં 48.01% સરેરાશ વરસાદ નોંધાયો છે.

જળાશયોની સ્થિતિ
રાજ્યના જળાશયોમાં પાણીની આવક સતત ચાલુ છે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL) માં હાલનો પાણીનો સંગ્રહ 1,76,942 મિલિયન ક્યુબિક ફીટ છે, જે તેની કુલ સંગ્રહ ક્ષમતાના 52.96% છે. આ ઉપરાંત, રાજ્યના અન્ય 206 જળાશયોમાં 3,31,347 મિલિયન ક્યુબિક ફીટની ક્ષમતા સામે કુલ સંગ્રહ ક્ષમતાના 59.37% પાણી ભરાયેલું છે.

કુલ 206 ડેમો પૈકી, 26 ડેમો 100% ભરાયેલા છે, જ્યારે 58 ડેમો 70% થી 100% વચ્ચે ભરાયેલા છે. 40 ડેમો 50% થી 70% વચ્ચે ભરાયા છે, અને 42 ડેમો 25% થી 50% વચ્ચે ભરાયેલા છે. હાલમાં 40 ડેમો 25% થી નીચે ભરાયેલા છે. રાજ્યના 40 ડેમો હાઇ એલર્ટ પર છે, 24 ડેમો એલર્ટ મોડ પર છે, અને 20 ડેમોને વોર્નિંગ આપવામાં આવી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!