ગુજરાતમાં ચોમાસું જામવા લાગ્યું છે ત્યારે હવામાન વિભાગે 10 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. આજે સોમવારે કેટલાક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે.

અમદાવાદ, સોમવાર
Gujarat Monsoon Update: ગુજરાતમાં ચોમાસું બરાબર જામી ગયું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે. અત્યાર સુધીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત – એમ રાજ્યના તમામ ઝોનમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે. વરસાદી માહોલ વચ્ચે હવામાન વિભાગે આજે રાજ્યના 10 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાતના કયા 10 જિલ્લામાં રેડ એલર્ટ?
* ઉત્તર ગુજરાત: બનાસકાંઠા
* દક્ષિણ ગુજરાત: નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી
* સૌરાષ્ટ્ર: જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા
આ જિલ્લાઓમાં રહેતા લોકોએ ખાસ સાવચેતી રાખવી અને જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવું.
આ ઉપરાંત ક્યાં પડશે અતિભારે વરસાદ?
રેડ એલર્ટ વાળા જિલ્લાઓ સિવાય પણ હવામાન વિભાગે રાજ્યના અન્ય ઘણા જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં પણ તંત્ર એલર્ટ પર છે.
* ઉત્તર અને મધ્ય ગુજરાત: પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર
* દક્ષિણ ગુજરાત: ભરૂચ, સુરત, ડાંગ, તાપી
* સૌરાષ્ટ્ર અને કચ્છ: સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ, દીવ, કચ્છ
મંગળવારનું હવામાન કેવું રહેશે?
હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ મંગળવારે પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. ખાસ કરીને આ જિલ્લાઓમાં અતિભારે વરસાદ પડી શકે છે.
અરવલ્લી, આણંદ, દાહોદ, મહિસાગર, પંચમહાલ, વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, બોટાદ










