ગુજરાતમાં ચોમાસાનો રંગ: 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ, સિદ્ધપુરમાં 2.8 ઈંચ

ગુજરાતમાં ચામાસું જામ્યું છે ત્યારે હવામાન વિભાગે આજે ત્રણ જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું. હવામાન વિભાગે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી તેમજ મધ્ય ગુજરાતના મહિસાગર જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.

અમદાવાદ, મંગળવાર
ગુજરાતમાં ચોમાસું બરાબરનું જામ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કુલ 122 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં સૌથી વધુ 2.8 ઇંચ વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠાથી લઈને વલસાડ સુધીના વિસ્તારોમાં મેઘ મહેર જોવા મળી રહી છે.

ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ 14 જુલાઈ 2025ના સવારે 6 વાગ્યાથી 15 જુલાઈના સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં રાજ્યના 122 તાલુકામાં વરસાદ પડ્યો હતો.

2 થી 3 ઇંચ વરસાદ મેળવનારા 5 તાલુકા
રાજ્યના પાંચ તાલુકામાં 2 થી 3 ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો છે.

જિલ્લો તાલુકો વરસાદ (ઇંચમાં)
પાટણ સિદ્ધપુર 2.8
નર્મદા દેડિયાપાડા 2.68
વલસાડ કપરાડા 2.4
સુરત ઉમરપાડા 2.24
સાબરકાંઠા ખેડબ્રહ્મા 2.2

 

અન્ય વિસ્તારોમાં વરસાદની સ્થિતિ

1 થી 2 ઇંચ વરસાદ: SEOC ના આંકડા મુજબ, કુલ 23 તાલુકાઓમાં 1 થી 2 ઇંચ વચ્ચે વરસાદ નોંધાયો છે. આમાં બનાસકાંઠાથી વલસાડ સુધીના મોટાભાગના વિસ્તારોનો સમાવેશ થાય છે. 22 તાલુકાઓમાં માત્ર 1 થી 2 મિલીમીટર (MM) જેટલો હળવો વરસાદ નોંધાયો છે, જ્યાં વરસાદે માત્ર હાજરી પુરાવી હતી.

વરસાદની આગાહી
હવામાન વિભાગે આજે ત્રણ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લા તેમજ મધ્ય ગુજરાતના મહીસાગર જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!