બિહાર ચૂંટણીમાં NDA નો ઐતિહાસિક વિજય: ‘ડબલ સેન્ચ્યુરી’ સાથે નીતિશ કુમારનું નેતૃત્વ અડીખમ

બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ ના પરિણામોમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ પ્રચંડ બહુમતી સાથે ઐતિહાસિક જીત હાંસલ કરી છે

 

બિહાર વિધાનસભા ચૂંટણી ૨૦૨૫ ના પરિણામોમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ પ્રચંડ બહુમતી સાથે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ગઠબંધને કુલ ૨૦૨ સીટો જીતીને ‘ડબલ સેન્ચ્યુરી’ ફટકારી, જે ૧૫ વર્ષમાં તેમનું સૌથી મજબૂત પ્રદર્શન છે. આ પરિણામો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અને મુખ્યમંત્રી નીતિશ કુમારની સ્થિર નેતૃત્વ પર લોકોના વિશ્વાસને દર્શાવે છે. ભાજપ ૮૯ સીટો સાથે રાજ્યની સૌથી મોટી પાર્ટી બની છે, જ્યારે JDU એ ૮૫ સીટો મેળવી છે.

વિપક્ષી મહાગઠબંધન માટે આ એક મોટો આંચકો છે. ગઠબંધન માત્ર ૩૫ સીટો પર સમેટાઈ ગયું છે, જેમાં RJD એ ૨૫ અને કોંગ્રેસ માત્ર ૬ સીટો પર રહી છે, જે તેમનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન છે. બીજી તરફ, અસદુદ્દીન ઓવૈસીની AIMIM એ મુસ્લિમ બહુમતીવાળા સીમાંચલ ક્ષેત્રમાં ૫ સીટો જીતીને પોતાની હાજરી મજબૂત કરી છે. આ પ્રચંડ જનાદેશ પાછળ મહિલાઓ અને યુવા મતદારોની સક્રિય ભાગીદારીને મુખ્ય પરિબળ માનવામાં આવે છે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!