અમદાવાદમાં નવી અજાયબી: સાબરમતી પર 12 માળ ઊંચો બુલેટ ટ્રેન બ્રિજ, જાણો કેમ છે આટલો ખાસ

આ બ્રિજ ગુજરાતમાં બની રહેલા 21 નદી પુલોમાંથી એક છે. એકવાર પૂર્ણ થયા પછી, આ બ્રિજ માત્ર એન્જિનિયરિંગનો અદભૂત નમૂનો જ નહીં, પરંતુ ભારતના હાઈ-સ્પીડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની નવી ઓળખ બનશે.

અમદાવાદ, શનિવાર
અમદાવાદમાં સાબરમતી નદી પર બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે એક એવા બ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે, જેની ઊંચાઈ જાણીને તમે પણ ચોંકી જશો. મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરના ભાગરૂપે બની રહેલો આ બ્રિજ લગભગ 12 માળની ઇમારત જેટલો ઊંચો હશે, જે અમદાવાદની સ્કાયલાઇનમાં એક નવું લેન્ડમાર્ક બનવા જઈ રહ્યો છે.

શું છે આ બ્રિજની ખાસિયત?
આ બ્રિજને બનાવવા માટે એડવાન્સ બેલેન્સ કેન્ટીલીવર ટેકનિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ટેકનિકની ખાસિયત એ છે કે તેમાં નીચેથી કોઈ પણ પ્રકારના ટેકા વગર, પિલરની બંને બાજુએ સેગમેન્ટને એક પછી એક જોડીને પુલ તૈયાર કરવામાં આવે છે. આ ટેકનિક ખાસ કરીને ઊંડા પાણી અને નદીઓ પર લાંબા ગાળાના પુલ બનાવવા માટે ખૂબ જ આદર્શ માનવામાં આવે છે.

કેમ છે આટલો ઊંચો?
આ બ્રિજ નદીના તળિયાથી 36 મીટર લગભગ 12 માળ ઊંચો હશે. તેની બાજુમાંથી જ પશ્ચિમ રેલવેની અમદાવાદ-દિલ્હી લાઈન પસાર થાય છે. ઇન્ડિયન રોડ્સ કોંગ્રેસના નિયમો અનુસાર કોઈપણ સ્ટ્રક્ચરની ઉપરથી ઓછામાં ઓછું 5.5 મીટરનું વર્ટિકલ ક્લિયરન્સ રાખવું ફરજિયાત છે, જેના કારણે આ બ્રિજની ઊંચાઈ આટલી વધુ રાખવામાં આવી છે.

ડિઝાઇન અને સ્ટ્રક્ચર
* લંબાઈ: આ પુલ કુલ 480 મીટર લાંબો હશે.
* પિલર્સ: તેને કુલ 8 મજબૂત ગોળાકાર પિલર્સ પર ઉભો કરવામાં આવશે. જેમાંથી 4 પિલર નદીની અંદર હશે.
* લાંબા સ્પાન: નદીના પ્રવાહને ઓછામાં ઓછો અવરોધ ઉભો થાય તે માટે તેમાં 50 થી 80 મીટર સુધીના લાંબા સ્પાનનો ઉપયોગ કરાયો છે, જે સામાન્ય બ્રિજ કરતાં ઘણા વધારે છે.

હાલ શું કામગીરી ચાલી રહી છે?
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ અનુસાર બ્રિજના પાયા અને સબસ્ટ્રક્ચરનું કામ પૂર્ણ થઈ ગયું છે. હાલમાં સુપરસ્ટ્રક્ચર એટલે કે પિયર હેડ અને સેગમેન્ટ કાસ્ટિંગનું કામ ઝડપથી ચાલી રહ્યું છે.

સેફ્ટીનું ખાસ ધ્યાન
આટલી ઊંચાઈ પર કામ કરતી વખતે સેફ્ટીનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. કામદારો માટે ફૂલ બોડી હાર્નેસ જેવા પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ ફરજિયાત છે. આ ઉપરાંત, સેફ્ટી નેટ અને CCTV કેમેરા દ્વારા રિયલ-ટાઇમ મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!