સવારે ડાયટ, રાતે ડ્રગ્સ : પહલાજ નિહલાણીએ ખોલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પોલ : કલાકારોના નખરાંનો પર્દાફાશ

પહલાજ નિહલાણીએ બોલીવૂડ સ્ટાર્સ પર ફાટકાર ઉભી કરી : તેમણે ઇન્ડસ્ટ્રીમાં વધી રહેલા “સ્ટાર નખરાં” અને માંગણીઓ પર પણ નારાજગી વ્યક્ત કરી

પહલાજ નિહલાણીએ ખોલી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની પોલ

મુંબઈ, શુક્રવાર : નિહલાણીએ ફરી એકવાર બોલીવૂડની અંદર ચાલી રહેલી ખામીઓ પર ખુલ્લેઆમ પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે ઘણા અભિનેતાઓ સવારે ફળો અને હેલ્દી ડાયટ માગતા હોય છે, પરંતુ રાત પડતાં ડ્રગ્સની માંગ કરતાં જોવા મળે છે. તેમણે ઇન્ડસ્ટ્રીમાં વધી રહેલા “સ્ટાર નખરાં” અને માંગણીઓ પર પણ નારાજગી વ્યક્ત કરી. નિહલાણીએ જણાવ્યું કે આજના કલાકારો છ-છ વેનિટી વેનની માંગ કરે છે — જીમ, કિચન, મીટિંગ્સ વગેરે માટે જુદી જુદી ગાડીઓ જોઈએ છે, જેના કારણે નિર્માણ ખર્ચ બમણો થઈ રહ્યો છે. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે હવે તો મેકઅપ મેન બાદ “મિરર પકડવા માટે પણ માણસ જોઈએ” એવી સ્થિતિ આવી છે.તેમણે વર્ષો પહેલાં અક્ષય કુમાર અને કરીના કપૂરની ફિલ્મ ‘તલાશ’ના સમયે પણ કાસ્ટિંગમાં દખલગીરી અને ખર્ચની સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો.

વારંવાર વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા પહલાજ નિહલાણીએ બોલીવૂડ કલાકારો સામે આક્રોશ ઠાલવતાં કહ્યું છે કે મોટાભાગના એક્ટરો સવારે ડાયટ પર હોય છે અને ફ્રૂટસની માગણી કરતા હોય છે પરંતુ રાત પડે તેઓ ડ્રગ માગવા લાગે છે. તેમણે કહ્યું હતું કે કલાકારોનાં નખરાં વધી ગયાં છે. એક એક કલાકારને છ છ વેનિટી વેન જોઈએ છે. તેમને જીમ માટે અલગ, કિચન માટે અલગ, મીટિંગ માટે અલગ વાન જોઈએ છે. તેના કારણે નિર્માતાઓનો ખર્ચો વધી ગયો છે. જ્યાં એક વ્યક્તિથી કામ ચાલતું હતું ત્યાં દસ લોકો રાખવા પડે છે. પહેલાં તેઓ એક મેક અપ મેન માગતા હતા હવે તો તેમને મિરર પકડવા માટે પણ અલગ માણસ જોઈએ છે. તેમણે કહ્યું હતું કે ફિલ્મ ‘તલાશ’મા અક્ષય કુમારે કાસ્ટિંગમાં દખલગીરી કરી કરીના કપૂરને લેવાનું દબાણ કર્યુ ંહતુ. એ સમયે મને આ ફિલ્મમાં ૨૨ કરોડનો ખર્ચો થઈ ગયો હતો.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!