PM મોદીને સાયપ્રસનું સર્વોચ્ચ સન્માન: “ગ્રાન્ડ ક્રોસ ઑફ ધ ઓર્ડર ઑફ મકારિયોસ-III” એનાયત

PM મોદીને સાયપ્રસનો સર્વોચ્ચ સન્માન: “ગ્રાન્ડ ક્રોસ ઑફ ધ ઓર્ડર ઑફ મકારિયોસ-III” એનાયત, આ સાથે, PM મોદીને અત્યાર સુધીમાં લગભગ 23 દેશો તરફથી આવા સન્માન પ્રાપ્ત થઈ ચૂક્યા છે.

સાયપ્રસ, સોમવાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સાયપ્રસના સર્વોચ્ચ સન્માન “ગ્રાન્ડ ક્રોસ ઑફ ધ ઓર્ડર ઑફ મકારિયોસ III”થી સન્માનિત કરવામાં આવ્યા છે. સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલાયડ્સ દ્વારા તેમને આ ગૌરવપૂર્ણ સન્માન એનાયત કરવામાં આવ્યું હતું. આ સાથે, PM મોદીને અત્યાર સુધીમાં લગભગ 23 દેશો તરફથી આવા સન્માન પ્રાપ્ત થઈ ચૂક્યા છે.

આ પ્રસંગે, વડાપ્રધાન મોદીએ સાયપ્રસના લિમાસોલ શહેરમાં એક બિઝનેસ રાઉન્ડટેબલ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ભારત ખૂબ જ જલ્દી વિશ્વની ત્રીજી સૌથી મોટી ઇકોનોમી બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. આ કોન્ફરન્સ સાયપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલાયડ્સની ઉપસ્થિતિમાં યોજાઈ હતી, જ્યાં PM મોદીએ ભારતની વધતી તાકાતનો ફરી એકવાર દુનિયાને અહેસાસ કરાવ્યો હતો.

બદલાવનો દાયકો અને આર્થિક પ્રગતિ
વડાપ્રધાન મોદીએ છેલ્લા એક દાયકામાં ભારતની આર્થિક પ્રગતિને રેખાંકિત કરી હતી. તેમણે કહ્યું કે પોલિસી-મેકિંગમાં સ્થિરતા, બિઝનેસ એન્વાયરમેન્ટમાં સુધારો, ડિજિટલ રિવોલ્યુશન અને નેક્સ્ટ-જનરેશન રિફોર્મ્સે ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય ઇકોનોમી બનાવી દીધું છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “ભારત આજે વિશ્વની પાંચમી સૌથી મોટી ઇકોનોમી છે અને ખૂબ જ જલ્દી તે ત્રીજા સ્થાને પહોંચી જશે.”

PM મોદીએ ભારતમાં થયેલા મોટા આર્થિક સુધારાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં GST જેવા ટેક્સ રિફોર્મ્સ, કોર્પોરેટ ટેક્સમાં ઘટાડો, કાયદાઓનું ડીક્રિમિનલાઈઝેશન અને બિઝનેસમાં વિશ્વાસ વધારવા જેવા પગલાંનો સમાવેશ થાય છે.

સાયપ્રસ સાથે સહયોગના નવા ક્ષેત્રો
આ અવસરે, વડાપ્રધાન મોદીએ સાયપ્રસ સાથે દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવાની સંભાવનાઓ પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે ભારત અને સાયપ્રસ વચ્ચે ટ્રેડ, ઇન્વેસ્ટમેન્ટ, ડિજિટલ પેમેન્ટ્સ, ટૂરિઝમ, ડિફેન્સ, લોજિસ્ટિક્સ અને સ્ટાર્ટઅપ્સ જેવા ક્ષેત્રોમાં ઊંડો સહયોગ થઈ શકે છે.

PM મોદીએ ભારતની ડિજિટલ ક્રાંતિની વૈશ્વિક અસરનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું, “આજે વિશ્વના 50 ટકા ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં થાય છે, જેનો શ્રેય યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ (UPI) ને જાય છે.” આ ક્રમમાં, NPCI ઈન્ટરનેશનલ અને યુરોબેંક સાયપ્રસ વચ્ચે એક એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર થયા છે, જેનાથી બંને દેશો વચ્ચે ક્રોસ-બોર્ડર પેમેન્ટ્સ શક્ય બનશે. આ સહયોગ ભવિષ્યમાં ભારત અને સાયપ્રસના સંબંધોને નવી ઊંચાઈઓ પર લઈ જશે તેવી આશા છે.

Weu Network
Author: Weu Network

Leave a Comment

Read More

error: Content is protected !!