PM મોદીની ચીન મુલાકાત: 7 વર્ષ પછી સામ-સામે, દ્વિપક્ષીય સંબંધો સુધારવાનો પ્રયાસ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 વર્ષ બાદ ચીન પહોંચ્યા છે. તેમની આ મુલાકાત અમેરિકા-ભારત અને અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલા ટ્રેડ વોરની વચ્ચે થઈ છે. તેઓ SCO સમિટમાં ભાગ લેશે અને શી જિનપિંગ અને પુતિન સહિતના નેતાઓ સાથે મુલાકાત કરશે. આ મુલાકાત ભારત-ચીન સંબંધો માટે ઘણી મહત્વની છે.

ચીન, શનિવાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લગભગ 7 વર્ષના લાંબા ગાળા બાદ શનિવારે ચીન પહોંચ્યા. તિયાનજિન શહેરમાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં રેડ કાર્પેટ પણ પાથરવામાં આવ્યું હતું. તેઓ અહીં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં ભાગ લેવા માટે આવ્યા છે. આ મુલાકાત એવા સમયે થઈ છે જ્યારે અમેરિકા દ્વારા ભારત અને ચીન બંને પર ભારે ટેરિફ લગાવવામાં આવ્યા છે, જેના કારણે બંને દેશો વચ્ચેના સંબંધો સુધરવાની શક્યતાઓ વધી છે.

મોદી અને જિનપિંગની મુલાકાત
રવિવારે SCO સમિટ દરમિયાન PM મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે એક દ્વિપક્ષીય મુલાકાતનું આયોજન કરવામાં આવ્યું છે. ગાલવાન ઘાટીમાં ૨૦૨૦ના વર્ષમાં થયેલા હિંસક સંઘર્ષ બાદ બંને દેશોના સંબંધોમાં તણાવ આવ્યો હતો, પરંતુ કઝાકિસ્તાનમાં થયેલી મુલાકાત બાદ સંબંધોમાં સુધારો જોવા મળ્યો હતો. હવે આ મુલાકાતને વૈશ્વિક વેપારમાં ચાલી રહેલા તણાવને જોતા ખૂબ મહત્વની માનવામાં આવે છે. આ બેઠકમાં આર્થિક સંબંધો અને સરહદી વિવાદો પર ચર્ચા થઈ શકે છે.

પુતિન સાથે પણ મુલાકાત
SCO સમિટ દરમિયાન, PM મોદી સોમવાર, 1 સપ્ટેમ્બરના રોજ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ મુલાકાત કરશે. આ ઉપરાંત તેઓ અન્ય ઘણા નેતાઓ સાથે પણ દ્વિપક્ષીય વાર્તાલાપ કરી શકે છે. ચીન પહોંચતા પહેલા જાપાનના એક અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં PM મોદીએ કહ્યું હતું કે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં સ્થિરતા લાવવા માટે ભારત અને ચીન જેવી મોટી અર્થવ્યવસ્થાઓએ સાથે મળીને કામ કરવું જરૂરી છે. તેમણે ભાર-ચીનના મૈત્રીપૂર્ણ સંબંધોને પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે મહત્વના ગણાવ્યા હતા.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!