ચિલોડામાં પોલીસકર્મી ૧.૧૦ લાખની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો

પ્રોહિબિશનના ગુનામાં નામ કાઢી નાખવા માટે લાછની માંગણી કરી હતી : ACB ની કાર્યવાહીથી પોલીસ સ્ટેશનમાં સન્નાટો આપી ગયો

૧. ૧૦ લાખની લાંચ લેતાં યુવરાજસિંહ શંકરસિંહ ઝડપાયો

ગાંધીનગર, મંગળવાર : ગાંધીનગર જિલ્લામાં કાયદાના રક્ષકની બદનામી થવા પામી છે. વધુ એક કર્મચારી લાંચ લેતાં ACB ના હાથે ઝડપાયો છે. ચિલોડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના ગુન્હામાં નામ કાઢી નાખવા માટે યુવરાજસિંહ શંકરસિંહ નારુકા ૧.૧૦ લાખની લાંચ લેતાં ઝડપાયો છે. પોલીસ સ્ટેશનની સામે લાંચના નાણાં સ્વીકારતા સમયે અમદાવાદ ACB ની ટીમે આ પોલીસકર્મીને રંગેહાથ ઝડપી લીધો છે. આ કાર્યવાહીના પગલે પોલીસ સ્ટેશનમાં સન્નાટો વ્યાપી જવા પામ્યો છે.

ચિલોડા પોલીસ સ્ટેશનમાં દાખલ કરાયેલા પ્રોહિબિશનના ગુનામાં એક વ્યક્તિનું નામ કાઢી નાખવા બદલ યુવરાજસિંહે લાંચની માંગણી કરી હતી. ફરિયાદીથી રૂપિયાની માંગણી થતાં તેમણે ACBમાં ફરીયાદ નોંધાવી હતી. ચિલોડા પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ ફરીયાદી એક જાગૃત નાગરિકના ઘરે તેમના પતિને પકડવા માટે ગયેલ હતા અને તેમને વોન્ટેડ બતાવેલ હોવાનું જણાવી પોલીસ સ્ટેશન હાજર કરાવી લેવા જણાવેલ હતું. જેથી ફરીયાદી તેમના વકિલ મિત્ર સાથે ચિલોડા પોલીસ સ્ટેશન જઈ પ્રોહિબીશનના ગુનાની તપાસ કરનાર હેડ કોન્સટેબલ વિષ્ણુભાઈ રબારીને મળીને ફરીયાદીનાં પતીનું નામ ખોટી રીતે લખેલ હોવા અંગે વાતચીત કરી ફરીયાદીને ખોટી રીતે હેરાન પરેશાન ના કરવા વિનંતી કરતાં જમાદાર વિષ્ણુભાઇ રબારીએ આરોપી યુવરાજસિંહને મળી લેવા માટે જણાવેલ હતુ.

જેથી ફરીયાદી અને તેમના વકિલ મિત્ર આરોપી પો.કો. યુવરાજસિંહને મળતાં ફરીયાદીના પતિનું પ્રોહિબીશનના ગુનામાંથી કાઢી નાખવાના બદલામાં આરોપીએ સૌ પ્રથમ રૂપિયા ત્રણ લાખની લાંચની માંગણી કરેલ અને ફરીયાદી સાથે રકઝકના અંતે રૂ.૧,૧૦,૦૦૦/- આપવાનું નક્કી કર્યું હતુ. પરંતુ ફરીયાદી લાંચના નાંણા આપવા માંગતા ન હતા. તેથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો. અને આજે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ લાંચના છટકા દરમ્યાન આરોપીએ ફરીયાદી પાસેથી લાંચના નાંણા માંગતાં રંગે હાથ પકડાયા હતા. ACBની આ કાર્યવાહી બાદ ચિલોડા પોલીસ સ્ટેશનમાં હડકંપ મચી ગયો હતો તથા સમગ્ર સ્ટાફમાં સન્નાટો વ્યાપી ગયો હતો. લાંચિયા પોલીસકર્મી સામે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Weu Network
Author: Weu Network

Leave a Comment

Read More

error: Content is protected !!