ફ્રાન્સમાં રાજકીય અસ્થિરતાનો દોર યથાવત્ રહ્યો છે. ફ્રાન્સના નવા વડાપ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ પદ સંભાળ્યાના એક મહિનાથી પણ ઓછા સમયમાં રાજીનામું આપી દીધું છે.

ફ્રાન્સમાં રાજકીય અસ્થિરતાનો દોર યથાવત્ રહ્યો છે. ફ્રાન્સના નવા વડાપ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ પદ સંભાળ્યાના એક મહિનાથી પણ ઓછા સમયમાં રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ મેક્રોને સોમવારે તેમનું રાજીનામું સ્વીકારી લીધું છે. મેક્રોન માટે આને એક વધુ મોટો રાજકીય ફટકો માનવામાં આવે છે.લેકોર્નુએ અગાઉ વડાપ્રધાન પદેથી રાજીનામું આપનાર ફ્રાંકોઇસ બાયરૂનું સ્થાન લીધું હતું. ફ્રાંકોઇસ બાયરૂએ નેશનલ એસેમ્બલીમાં વિશ્વાસ મત ગુમાવ્યા બાદ રાજીનામું આપ્યું હતું.
રાજકીય અસ્થિરતા અને બહુમતીનો અભાવ
સેબેસ્ટિયન લેકોર્નુએ સોમવારે તેમના નવા મંત્રીમંડળની નિયુક્તિના માત્ર થોડા કલાકો બાદ જ રાજીનામું આપી દીધું. રાજકીય વર્તુળોમાં ચર્ચા છે કે તેમણે એવા સમયે પોતાનું પદ છોડ્યું છે જ્યારે તેમના સહયોગીઓ અને વિરોધીઓ બંનેએ તેમની સરકારને ગબડાવવાની ધમકી આપી હતી.
ઉલ્લેખનીય છે કે, ફ્રાન્સમાં વર્ષ 2022માં ઇમેન્યુઅલ મેક્રોન ચૂંટાયા ત્યારથી જ કોઈપણ પક્ષ પાસે સંસદીય બહુમતી નથી. આ બહુમતીના અભાવને કારણે દેશમાં રાજકીય સંકટ અને અસ્થિરતા સર્જાઈ છે.લેકોર્નુનું આ ઝડપી રાજીનામું ફરી એકવાર રાષ્ટ્રપતિ મેક્રોનની સરકાર ચલાવવાની ક્ષમતા અને આગામી રાજકીય વ્યૂહરચનાઓ પર ગંભીર સવાલો ઊભા કરે છે.











