ગુજરાતમાં ચોમાસાનો વરસાદી માહોલ જામ્યો છે. સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકાઓમાં સરેરાશ 58.62% વરસાદ નોંધાયો છે.

ગાંધીનગર, બુધવાર: ગુજરાતમાં ચોમાસાનો વરસાદી માહોલ જામ્યો છે. સાબરકાંઠા જિલ્લાના આઠ તાલુકાઓમાં સરેરાશ 58.62% વરસાદ નોંધાયો છે. વડાલી તાલુકામાં સૌથી વધુ 100.12% વરસાદ થયો, જ્યારે પોશીના તાલુકામાં સૌથી ઓછો 31.57% વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
નોંધનીય છે કે સાબરકાંઠા ડિઝાસ્ટર વિભાગના આંકડા મુજબ, જિલ્લાના વિવિધ તાલુકાઓમાં વરસાદનું પ્રમાણ નીચે મુજબ છે: વડાલી: 100.12% ખેડબ્રહ્મા: 89.77% ઈડર: 73.94% વિજયનગર: 46.75% હિંમતનગર: 44.03% તલોદ: 41.58% પ્રાંતિજ: 38.95% પોશીના: 31.57% વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફના કારણે રાજ્યમાં 10થી 14 જૂન દરમિયાન ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, જ્યાં 30થી 40 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.











