રાજકોટ: તળાવમાં ડૂબી જવાથી બે સગા ભાઈ સહિત 4 ના મોત, જન્મદિવસની ખુશી માતમમાં ફેરવાઈ

રાજકોટના હડમતીયા પાસે તળાવમાં ડૂબી જવાથી જન્મદિવસ ઉજવવા ગયેલા બે સગા ભાઈ સહિત ચાર લોકોના કરૂણ મોત નીપજતા પરિવારમાં ભારે શોક છવાયો છે.

રાજકોટમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કંપારી છોડાવી દેતી ઘટના સામે આવી છે. રાજકોટના બેડી ગામથી હડમતીયા તરફ આવેલી વીડીવાળા પીરની દરગાહ નજીક આવેલા તળાવમાં ડૂબી જવાથી બે સગા ભાઈ સહિત ત્રણ માસૂમ બાળકો અને એક યુવકનું કરૂણ મૃત્યુ નીપજ્યું છે. ખાસ કરીને, મૃતક બાળકો પૈકી ૧૦ વર્ષીય સોહાનનો આજરોજ જન્મદિવસ હતો અને તેણે જન્મદિવસના દિવસે જ તળાવમાં ડૂબી જવાથી અંતિમ શ્વાસ લેતા સમગ્ર પરિવાર પર આભ તૂટી પડ્યું છે. આ ગોઝારી ઘટનાના પગલે સિવિલ અને ઝનાના હોસ્પિટલ પરિસરમાં મૃતકોના પરિવારજનોના આક્રંદથી ભારે ગમગીની છવાઈ ગઈ હતી.

દુર્ઘટનાની વિગતો અને બનાવનો ક્રમ

  • જન્મદિવસની ઉજવણી કરવા નીકળ્યા હતા:
    રોણકી ગામના સાજીદ સોરાના પુત્ર સોહાનનો આજે જન્મદિવસ હતો. દીકરાની ઈચ્છા મુજબ પરિવાર અને સંબંધીઓ દર્શન કરવા તેમજ જમવા માટે દરગાહ ખાતે ગયા હતા.

  • બાળક ડૂબતા બચાવવા પડેલા સગા:
    બપોરના સમયે ૬ વર્ષનો સેફુ સોરા તળાવમાં ન્હાવા માટે પડ્યો હતો, જે અચાનક ઊંડા પાણીમાં ગરકાવ થવા લાગ્યો હતો. તેને ડૂબતો જોઈને ૨૦ વર્ષીય સાહિલ સોરા તેને બચાવવા માટે તળાવમાં કૂદી પડ્યો હતો.

  • એક પછી એક ચારેય ડૂબ્યા:
    આ દરમિયાન ૭ વર્ષની બાળકી અલીફા અને જેનો આજે જન્મદિવસ હતો તે ૧૧ વર્ષનો સોહાન પણ સેફુને બચાવવા તળાવમાં કૂદી પડ્યા હતા. ઊંડા પાણીનો અંદાજ ન રહેવાને કારણે ચારેય જણા પાણીમાં ડૂબી ગયા હતા, જેના કારણે આ મોટી કરૂણાંતિકા સર્જાઈ હતી. પિતા સાજીદ સોરાએ ભારે આક્રંદ સાથે જણાવ્યું હતું કે, “મારા છોકરાનો બર્થ ડે છે એણે મને કીધું હતું કે પપ્પા તમે આવજો…”

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!