500ની નોટ બંધ થવાની વાત ખોટી, RBIએ આવી કોઈ સૂચના આપી નથી

PIBએ કહ્યું 500ની નોટ બંધ થવાના દાવા ફેક છે, ફક્ત નાની નોટો માટે નવી ગાઇડલાઇન

500ની નોટ બંધ થવાની વાત ખોટી RBIએ આવી કોઈ સૂચના આપી નથી

ન્યુ દિલ્હી, શુક્રવાર : વોટ્સએપ અને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દાવા મુજબ, સપ્ટેમ્બર 2025 પછી ATMમાંથી ₹500ની નોટો મળવી બંધ થઈ જશે આ સમાચાર ખોટા છે. PIB અને RBIએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે એવી કોઈ સૂચના આપવામાં આવી નથી. નવા નિયમો મુજબ ATMમાં નાની નોટોની ઉપલબ્ધતા વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે જેથી છૂટક નોટોની સમસ્યા ન રહે. આ પોસ્ટ પ્રકાશમાં આવતાની સાથે જ હંગામો મચી ગયો હતો. વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલા આ દાવાનું ખંડન કરવા માટે સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી હતી.

વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સપ્ટેમ્બરથી 500 રૂપિયાની નોટો બંધ કરવામાં આવશે. આ પોસ્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ 30 સપ્ટેમ્બર, 2025 પછી ATM માંથી 500 રૂપિયાની નોટો આપવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે હવેથી ફક્ત 200 અને 100 રૂપિયાની નોટો જ ATM પર ઉપલબ્ધ રહેશે. પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે RBI એ બધી બેન્કોને સપ્ટેમ્બર 2025ના અંત સુધીમાં ATM માંથી 500 રૂપિયાની નોટો આપવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પોસ્ટ પ્રકાશમાં આવતાની સાથે જ હંગામો મચી ગયો હતો. વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલા આ દાવાનું ખંડન કરવા માટે સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો (PIB) એ આ પોસ્ટને નકલી ગણાવી અને કહ્યું કે RBI એ બેન્કોને આવું કંઈ કહ્યું નથી. PIB એ કહ્યું હતું કે આ નકલી સમાચારો પર ધ્યાન ન આપો અને ફક્ત સરકારી સ્ત્રોતો પાસેથી જ માહિતી મેળવો. 500ની નોટો માન્ય રહેશે. એટલે કે તમે પહેલાની જેમ જ તેનાથી ટ્રાન્જેક્શન કરી શકશો. તાજેતરમાં રિઝર્વ બેન્કે નિયમોમાં ફેરફાર કરીને સૂચના આપી હતી કે 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં ATM માં 75 ટકા નોટો 100-200 રૂપિયાની હોવી જોઈએ. 31 માર્ચ 2026 સુધીમાં તે વધીને 90 ટકા થઈ જશે. આ પાછળનો હેતુ છૂટક નોટોની સમસ્યા ઘટાડવાનો છે અને ગ્રાહકોને વધુ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. હવે લોકોને નાની નોટો વિશે વધુ ચિંતા કરવાની જરૂર રહેશે નહીં.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!