તારા અને વીરના સંબંધોની અફવા વધારે મજબૂત, ઈટલીમાં સાથે જોવા મળ્યા

તારા હાલમાં પોતાના નવા બોયફ્રેન્ડ વીર પહાડિયા સાથે ઈટલીમાં વેકેશન માણી રહી છે : સોશિયલ મીડિયા પર એકસરખી લોકેશન્સમાંથી પોસ્ટ કરેલી તસવીરોના આધારે એવી ચર્ચા છે કે બંને સાથે જ ઈટલી ગયા છે

તારા અને વીરના સંબંધોની અફવા વધારે મજબૂત

મુંબઈ, ગુરુવાર : બોલિવૂડ એક્ટ્રેસ તારા સુતરિયા ફરી એક વાર પોતાના પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. અહેવાલો મુજબ, તારા હાલમાં પોતાના નવા બોયફ્રેન્ડ વીર પહાડિયા સાથે ઈટલીમાં વેકેશન માણી રહી છે બંનેએ આ સંબંધ અંગે જાહેરમાં કંઈ કહ્યું નથી, પરંતુ સોશિયલ મીડિયા પર એકસરખી લોકેશન્સમાંથી પોસ્ટ કરેલી તસવીરોના આધારે એવી ચર્ચા છે કે બંને સાથે જ ઈટલી ગયા છે. તારા અગાઉ આદર જૈન સાથે સંબંધમાં હતી, જ્યારે વીર સારા અલી ખાનનો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ રહી ચૂક્યો છે. રસપ્રદ રીતે વીરનો ભાઈ શિખર પહાડિયા હાલમાં જાહ્નવી કપૂર સાથે રિલેશનમાં છે, જેને બંને પરિવારોએ મંજૂરી પણ આપી છે. બોલિવૂડમાં પહાડિયા બ્રધર્સ અને સ્ટારડમ વચ્ચેનું જોડાણ ચમકતું જઈ રહ્યું છે.

તારા સુતરિયા અને તેના નવા બોયફ્રેન્ડ વીર પહાડિયાની વાતો સોશિયલ મીડિયામાં સતત ચાલતી રહે છે. બંને તેમના સંબંધો અંગે કંઈ ખૂલ્લેઆમ બોલતા નથી પણ તાજેતરમાં બંને સાથે ઈટલી ફરવા પહોંચી જતા નવી અટકળોને વેગ મળ્યો છે. બંનેની સોશિયલ મીડિયા પ્રોફાઈલ પર એકસરખી તસવીરોને આધારે આ અનુમાન થઈ રહ્યું છે. બંનેની વેકેશનની બોટ રાઈડ સહિતની તસવીરોમાં સામ્ય જોવા મળ્યું છે. તે પરથી બંને સાથે હોવાનું મનાઈ રહ્યું છે. તારાનું અગાઉ આદર જૈન સાથે બ્રેક અપ થઈ ચૂક્યું છે. જ્યારે વીર પહાડિયા સારા અલી ખાનનો એક્સ બોયફ્રેન્ડ છે. થોડા સમય પહેલાં વીર અને તારા સાથે રેમ્પ વોક કરતા દેખાયા હતા. ત્યારથી તેમના અફેરની અટકળો ચાલી રહી છે. વીર પહાડિયાનો ભાઈ શિખર પહાડિયા જાહ્નવી કપૂરનો બોયફ્રેન્ડ છે. શિખર અને જાહ્વવીના સંબંધોને બંનેના પરિવારો સ્વીકારી પણ ચૂક્યા છે.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!