સલમાન ખાનની અડધી રાતે આવેલી પોસ્ટથી ચાહકોમાં ઉત્સુકતા, પાછળનું પોસ્ટર ચર્ચાનો વિષય

પોસ્ટમાં સલમાન ખાન બ્લૂ ટી-શર્ટમાં એકદમ ફિટ અંદાજમાં નજરે પડે છે : આમાં સલમાને જે કેપ્શન લખ્યું છે તે ચર્ચાનો વિષય બન્યું

સલમાન ખાનની અડધી રાતે આવેલી પોસ્ટથી ચાહકોમાં ઉત્સુકતા

મુંબઈ, શુક્રવાર : બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાને અડધી રાતે પોતાના X (પૂર્વે Twitter) એકાઉન્ટ પર એક ફોટો શેર કરતાં ચાહકોમાં ચર્ચા જગાવી છે. પોસ્ટમાં સલમાન ખાન બ્લૂ ટી-શર્ટમાં એકદમ ફિટ અંદાજમાં નજરે પડે છે, પરંતુ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે ફોટાના બેકગ્રાઉન્ડમાં આવેલા ટેબલ પર પડેલા એક અનોખા પોસ્ટરે, જેને લઈને ભારે અટકળો ચાલી રહી છે.

“સાચી દિશામાં સખત મહેનત કરો. તે જ તમારા પર મહેરબાન રહેશે અને આ હુનર જ તમને પહેલવાન બનાવશે.”આ શબ્દો અને ફોટાની ટાઈમિંગ જોઈને ચાહકોને સલમાનની આગામી ફિલ્મ અંગે નવો સંકેત મળ્યો હોવાનું લાગે છે.અંદાજ છે કે આ પોસ્ટર તેમની આગામી ફિલ્મનો હિસ્સો છે, જે ગલવાન વેલી પર આધારિત હોવાની શક્યતા છે. આ ફિલ્મમાં સલમાન એક આર્મી ઓફિસરની ભૂમિકા નિભાવી શકે છે – જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ “પોસ્ટર જુઓ”, “કોઈ નવી અનાઉન્સમેન્ટ આવી શકે છે” જેવા કમેન્ટ કરી રહ્યાં છે.તાજેતરમાં ‘સિકંદર’માં જોવા મળ્યા બાદ, હવે સલમાની આગામી ફિલ્મ તેમની ઈમેજ માટે નવો વળાંક લાવી શકે છે. ચાહકો એની સત્તાવાર જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

સલમાન ખાને એક પોસ્ટ શેર કરીને સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. આમાં સલમાને જે કેપ્શન લખ્યું છે તે ચર્ચાનો વિષય બન્યું છે. ચાલો જોઈએ અભિનેતાએ શું પોસ્ટ કર્યું છે. ફોટો શેર કરતી વખતે સલમાને લખ્યું- ‘સાચી દિશામાં સખત મહેનત કરો. તે જ તમારા પર મહેરબાન રહેશે અને આ હુનર જ તમને પહેલવાન બનાવશે. તમે તેનો અંગ્રેજીમાં અનુવાદ કરી લેજો.’ફોટોમાં સલમાન ખાનની પાછળ ટેબલ પર એક પોસ્ટર છે. લોકો તેને તેની આગામી ફિલ્મનું માની રહ્યા છે. હાલમાં તે ગલવાન વેલી પર આધારિત ફિલ્મ પર કામ કરી રહ્યો છે. એક ચાહકે લખ્યું- ‘પાછળનું પોસ્ટર જુઓ, તે ભાઈની આગામી ફિલ્મનું છે.’ બીજાએ લખ્યું- ‘એવું લાગે છે કે કંઈક નવું આવવાનું છે. ભાઈ અપડેટ છે.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!