સંત સરોવર ડેમ છલકાયું: 3 દરવાજા ખોલાયા, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ

વરસાદની વર્તમાન સ્થિતિ જોતાં, આગામી દિવસોમાં પણ ડેમમાં પાણીની આવક ચાલુ રહેવાની શક્યતા છે. તંત્ર દ્વારા લોકોને નદી કિનારે ન જવા અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.


ગાંધીનગર, સોમવાર
ગાંધીનગર પાસે આવેલો સંત સરોવર ડેમ ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે તેની સંપૂર્ણ સપાટી પર પહોંચી ગયો છે. પાણીની સતત આવક ચાલુ રહેતા આજે ડેમના 3 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે, જેના પગલે નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવાની સૂચના આપવામાં આવી છે.

ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને બનાસકાંઠા જેવા જિલ્લાઓમાં છેલ્લા 24 કલાકથી અવિરત ભારે વરસાદ વરસી રહ્યો છે. આ વિસ્તારોમાંથી આવતા પાણીના પ્રવાહને કારણે સંત સરોવર ડેમમાં પાણીની આવક ખતરનાક રીતે વધી ગઈ હતી. ડેમની જળસપાટી ભયજનક સપાટી વટાવી દેતા, વોટર રિલીઝ કરવાનું અનિવાર્ય બન્યું હતું.

અધિકારીઓએ જણાવ્યું કે પાણીનો પ્રવાહ મેન્ટેન કરવા અને ડેમની સલામતી જાળવવા માટે 3 દરવાજા ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા સાબરમતી નદીના કિનારે આવેલા ગામો અને ખેડૂતોને ખાસ એલર્ટ કરવામાં આવ્યા છે. સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!