ચીફ ઓફિસરની સતત ગેરહાજરી અને નગરપાલિકાના અન્ય કર્મચારીઓ યોગ્ય રીતે કામ કરતા નથી. જેના કારણે નાગરિકોને યોગ્ય સેવાઓ અને સુવિધાઓ મળતી નથી, અને જાહેર હિતને ગંભીર નુકસાન પહોંચે છે. પરિણામે, લોકોમાં સરકાર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

દહેગામ, રવિવાર
દહેગામ નગરપાલિકાના ચીફ ઓફિસર ઉમા રમાણી અને ઉદીતા બી. લેઉવા મ્યુનિસિપલ ઇજનેર, વર્ગ-3 સામે ગંભીર ભ્રષ્ટાચાર અને સરકારી સુવિધાઓના દુરુપયોગના આરોપો લગાવવામાં આવ્યા છે. આ મામલે FIR દાખલ કરવા અને તાત્કાલિક કાર્યવાહી કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી, જિલ્લા કલેક્ટર અને અન્ય ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છે.
શું છે આખો મામલો?
પ્રાપ્ત માહિતી અનુસાર દહેગામમાં થયેલા અનેક અકસ્માતોમાં નિર્દોષ નાગરિકોના જીવ ગયા છે, જેની પાછળ ચીફ ઓફિસરની બેદરકારી અને સરકારી નિયમોનું ઉલ્લંઘન જવાબદાર હોવાનું કહેવાય છે. આ અરજીમાં ઉમા રમાણી અને ઉદીતા બી. લેઉવા સામે ખોટા દસ્તાવેજો રજૂ કરવા, સરકારી તિજોરીને નુકસાન પહોંચાડવું, ખોટી માહિતી આપવી અને જાહેર જનતાનો ભયભંગ કરવા જેવા આરોપો લગાવવામાં આવ્યા છે. વિડીયો જોવા અહીં ક્લિક કરો.
મુખ્ય આરોપો અને ફરિયાદો
સરકારી નીતિ-નિયમોનું ઉલ્લંઘન
ચીફ ઓફિસર ઉમા રમાણી અને ઉદીતા લેઉવા મ્યુનિસિપલ ઇજનેર, વર્ગ-3ની નિમણૂક દહેગામમાં થયા પછી તેઓ મુખ્ય હેડક્વાર્ટર છોડીને ગાંધીનગર રહે છે. સરકારી નિયમ મુજબ, ચીફ ઓફિસરે મુખ્ય હેડક્વાર્ટરમાં રહેવું ફરજિયાત છે. આ ઉપરાંત, તેઓ સરકારી સુવિધાઓનો દુરુપયોગ કરતા હોવાના પણ આરોપ છે.
ખોટા દસ્તાવેજો રજૂ કરવા
ઉમા રમાણી અને ઉદીતા લેઉવા મ્યુનિસિપલ ઇજનેર, વર્ગ-3 એ ખોટા દસ્તાવેજો રજૂ કરીને સરકારને ગેરમાર્ગે દોરી છે. આ ખોટા દસ્તાવેજોના આધારે સરકારે ખોટી માહિતી આપી છે, જે એક ગંભીર ગુનો છે.
જાહેર જનતાનો ભયભંગ
ચીફ ઓફિસરની સતત ગેરહાજરી અને નગરપાલિકાના અન્ય કર્મચારીઓ યોગ્ય રીતે કામ કરતા નથી. જેના કારણે નાગરિકોને યોગ્ય સેવાઓ અને સુવિધાઓ મળતી નથી, અને જાહેર હિતને ગંભીર નુકસાન પહોંચે છે. પરિણામે, લોકોમાં સરકાર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે. વિડીયો જોવા અહીં ક્લિક કરો.
ભ્રષ્ટાચારના આરોપો
ખાનગી ડ્રાઈવરો રાખવામાં આવ્યા છે, જેમનો પગાર રૂ. 1000 ચૂકવાય છે, જે સરકારી નિયમોનું ઉલ્લંઘન છે. નગરપાલિકાની CCTV ફૂટેજ અને અન્ય રેકોર્ડ્સની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. જૂના ડ્રાઈવરોના વાયરલ થયેલા વિડીયો અને વર્તમાન ડ્રાઈવરો પર પણ સવાલ ઉઠી રહ્યા છે.
અન્ય ગંભીર મુદ્દાઓ
યોગ્ય નિરાકરણ વગરના ઘણા રોડ-રસ્તાઓ અને ગંદકીના પ્રશ્નો. અધિકારીઓ દ્વારા બેદરકારીના કારણે એક ઓફિસરને અકસ્માત થયો હોવાનો દાવો. કન્ટેનર સ્ટોરેજમાં ખોટી રીતે સોલિડ વેસ્ટનો નિકાલ. લાઈટ અને પોલની સમસ્યા. ખોટી જાણકારી આપીને સરકારી લાઇટનો દુરુપયોગ. સરકારી સંસ્થાઓના રસ્તાઓ મંજૂરી વગર તોડી પાડવા. આખા શહેરની ગંદકી અને રોગચાળાનો ભય. દબાણ અંગે કોઈ કાર્યવાહી નહીં. સ્વચ્છતા અને ગાર્ડનિંગની ખરાબ સ્થિતિ. સરકારી સ્વાગતોમાં ખોટા ખર્ચાઓ. વિડીયો જોવા અહીં ક્લિક કરો.
તાત્કાલિક માંગણીઓ
ચીફ ઓફિસર ઉમા રમાણી અને ઉદીતા લેઉવા સામે તાત્કાલિક FIR દાખલ કરવી. બંને અધિકારીઓને સસ્પેન્ડ કરવા. નિષ્પક્ષ તપાસ કમિટીની રચના કરી 15 દિવસમાં રિપોર્ટ રજૂ કરવો. દહેગામ નગરપાલિકામાં સુધારાત્મક પગલાં લેવા. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન થાય તે માટે મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવી.
માંગ કરાઈ છે કે આ મામલે ગુજરાત સરકારે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ જેથી નાગરિકોનો સરકાર પરનો વિશ્વાસ મજબૂત થાય. જો 15 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય, તો આ મામલો ગુજરાત જનહિત યુવા મોરચા દ્વારા ઉપાડવામાં આવશે.
હાલમાં આ કેસ 25/09/2024ના રોજ Closed બતાવવામાં આવ્યો છે, પરંતુ ફરિયાદકર્તા યોગેન્દ્ર રાઠોડ દ્વારા આ મામલે ફરીથી ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે. આ કેસ IGP Gandhinagar Range, વિરેન્દ્ર સિંહ યાદવ DEPUTY INSPECTOR GENERAL OF POLICE GANDHINAGAR RANGEને ધ્યાન પર લેવામાં આવ્યો છે.










