દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામમાં જુગાર રમતા સાત લોકો ઝડપાયા

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામમાં પોલીસે જુગારના અડ્ડા પર દરોડો પાડીને સાત લોકોને ઝડપી પાડ્યા

નવી દિલ્હી,રવિવાર:  ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના વાસણા રાઠોડ ગામમાં પોલીસે જુગારના અડ્ડા પર દરોડો પાડીને સાત લોકોને ઝડપી પાડ્યા છે. વાસણા રાઠોડ ગામની સીમમાં કિરણકુમાર રમતજી ઠાકોરના મકાનની પાછળની ખુલ્લી જગ્યામાં જુગાર રમતા સાત શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ દરોડામાં રૂ. 24,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી છે,

દહેગામ પોલીસે ગુપ્ત બાતમીના આધારે વાસણા રાઠોડ ગામમાં કિરણકુમાર રમતજી ઠાકોરના મકાનની પાછળની ખુલ્લી જગ્યામાં દરોડો પાડ્યા હતા. આ દરોડામાં નીચેના સાત શખ્સો ઝડપાયા હતા, સંજય વાઘેલા, દિનાજી ઠાકોર,ભગાભાઈ પરમાર,વિકાસ ઠાકોર,કિરણકુમાર ઠાકોર,રણજીતસિંહ ઠાકોર,રમેશભાઈ ઠાકોરને ઝ઼઼ડપી પાડ્યા હતા. પોલીસે આ શખ્સોના કબજામાંથી રૂ. 24,000ની રોકડ અને જુગાર સાથે સંકળાયેલો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા આરોપીઓ સામે ગુજરાત પોલીસ એક્ટની જુગાર અધિનિયમની કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!