ગુજરાતમાં સબસિડીવાળા ખાતરના કૌભાંડનો પર્દાફાશ. વડાલીની મહેતા મોટર્સ સામે પોલીસ ફરિયાદ. કરોડોના Loss સાથે કાળા બજારનો મોટો ખુલાસો. જાણો આ કૌભાંડની A-to-Z માહિતી અને અત્યાર સુધીની તપાસના પરિણામો.

સાબરકાંઠા, મંગળવાર
ગુજરાતમાં સબસિડીવાળા ખાતરનું મોટું કૌભાંડ સામે આવ્યું છે, જેના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. આ મામલે સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં આવેલી મહેતા મોટર્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ કંપની પર સરકારી સબસિડીવાળું ખાતર બારોબાર વેચીને કરોડો રૂપિયાનો નફો કમાવાનો આરોપ છે, જેના કારણે સરકારને પણ મોટો લોસ થયો છે.
આ કૌભાંડની વિગતો ત્યારે બહાર આવી, જ્યારે રાજ્યમાં સબસિડીવાળા ખાતરની અછત સર્જાઈ અને ખેડૂતોને ખરીદીમાં ભારે મુશ્કેલી પડી. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સરકારી ખેતી વિભાગ દ્વારા રાજ્યભરમાં અલગ-અલગ સ્થળો પર રેડ પાડવામાં આવ્યા હતા. આ રેડ દરમિયાન, ઘણા વેપારીઓ દ્વારા ખાતરના બ્લેક માર્કેટિંગનો ખુલાસો થયો.
તપાસમાં ગંભીર ગેરરીતિઓ સામે આવી
ખેતી નિયામક કચેરીએ કુલ 214 કેન્દ્રોના સંચાલકોને કારણદર્શક નોટિસો મોકલી હતી. તપાસ દરમિયાન, ચોંકાવનારા તથ્યો સામે આવ્યા:
* 54 કેન્દ્રો પર ખાતરના વેચાણના બિલ જ નહોતા અથવા તો ખોટા બિલ બનાવવામાં આવ્યા હતા.
* 138 કેન્દ્રોના સ્ટોક રજિસ્ટરમાં મોટી ગરબડી મળી આવી.
* 117 કેન્દ્રો પર સ્ટોક રજિસ્ટર અને POS Machineનો સ્ટોક મેચ નહોતો થયો.
* 119 કેન્દ્રોના રજિસ્ટરમાં નોંધાયેલી ખાતરની થેલીઓ ગાયબ હતી.
* 101 સંચાલકોએ તો તેમના ગોડાઉન ક્યાં છે તેની જાણકારી પણ તપાસ ટીમને આપી નહોતી.
અત્યાર સુધીમાં, રાજ્યના 18 જિલ્લાઓમાં કુલ 904 કેન્દ્રોની તપાસ પૂર્ણ થઈ છે. આ કૌભાંડથી એ સ્પષ્ટ થાય છે કે કેટલાક વેપારીઓ ખેડૂતોને મળતી સબસિડીવાળા ખાતરનો ગેરકાયદેસર વેપાર કરીને લાભ ઉઠાવી રહ્યા છે, જેના કારણે ઈમાનદાર ખેડૂતોને ભારે તકલીફ વેઠવી પડી રહી છે. આ મામલે પોલીસ અને ખેતી વિભાગ દ્વારા વધુ કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા છે.











