સુરત શહેર પોલીસનું સત્તાવાર X (ટ્વિટર) એકાઉન્ટ હેક થઈ ગયું છે.હેકરે 23 જૂન 2025ના રોજ આ એકાઉન્ટ પરથી એક આપત્તિજનક વીડિયો પોસ્ટ કર્યો હતો

નવી દિલ્હી,મંગળવાર: આજના ડિજીટલ યુગમાં લોકોના સાથે હવે સરકારના વિભાગો પણ સોશિયલ મીડિયા પર સક્રિય બન્યા છે. જોકે આ વધતા ડિજીટલ આધારે હવે સાયબર ક્રાઈમના કેસ વધી રહ્યા છે. તાજેતરમાં સુરત શહેર પોલીસનું સત્તાવાર X (પહેલાનું ટ્વિટર) એકાઉન્ટ હેક થઈ ગયું છે.હેકરે 23 જૂન 2025ના રોજ આ એકાઉન્ટ પરથી એક આપત્તિજનક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેને લઈને ભારે ચકચાર મચી છે. લોકોમાં આ પોસ્ટ અંગે આશ્ચર્ય સાથે ગુસ્સો જોવા મળ્યો. જેને લઈ સુરત પોલીસની નોકરી પણ સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ.
પોલીસે જાતે હેક થયાની પુષ્ટિ કરી
સુરત શહેર પોલીસે પોતાની ઓફિશિયલ પોસ્ટ દ્વારા એકાઉન્ટ હેક થયાની પુષ્ટિ આપી છે. તેમ જણાવ્યું હતું કે, “જાહેર જનતાને સુચવવું છે કે 23મી જૂનના રોજ X પર મૂકાયેલો વીડિયો સુરત શહેર પોલીસનો નથી. એકાઉન્ટ હેક થયું છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.હાલ સુરત પોલીસ સાયબર ક્રાઈમ વિભાગે હેકરનું સ્થાન અને ઓળખ શોધવા માટે તપાસ શરૂ કરી છે. પોલીસ સૂત્રો અનુસાર, IP એડ્રેસ ટ્રેસ કરીને આરોપીની ઓળખ કરવાની કોશિશ ચાલી રહી છે.











