ટેનિસ સ્ટાર યુજેની બાઉચાર્ડે નિવૃત્તિ જાહેર કરી, ગ્લેમર અને રમતની યાત્રા પર મૂક્યું વિરામ

એક સમયની વર્લ્ડ નંબર 5 રેન્ક અને વિમ્બલડન ફાઇનલ સુધી પહોંચેલી યુજેનીએ રમત ઉપરાંત ગ્લેમર અને ફેશન દુનિયામાં પણ પોતાનું આગવું સ્થાન બનાવ્યું

ટેનિસ સ્ટાર યુજેની બાઉચાર્ડે નિવૃત્તિ જાહેર કરી

મુંબઈ, સોમવાર : વિશ્વની સૌંદર્ય અને રમતગમતની સમાનરૂપે ચર્ચિત ટેનિસ સ્ટાર યુજેની બાઉચાર્ડે નિવૃત્તિ જાહેર કરી છે. એક સમયની વર્લ્ડ નંબર 5 રેન્ક અને વિમ્બલડન ફાઇનલ સુધી પહોંચેલી યુજેનીએ રમત ઉપરાંત ગ્લેમર અને ફેશન દુનિયામાં પણ પોતાનું આગવું સ્થાન બનાવ્યું. તેણે એક ઇમોશનલ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં કહ્યું કે હવે તેની ટેનિસ સફર પૂર્ણ થઈ છે. યુવાવસ્થાથી લઇ 2014ના વિમ્બલન સુધીના સ્મૃતિચિત્રો સાથે શેર કરેલી પોસ્ટમાં તેણે કારકિર્દી માટે આભાર વ્યક્ત કર્યો છે.”

દુનિયાની સૌથી સુંદર મહિલા ટેનિસ ખેલાડી તરીકે ઓળખાતી યુજેની બાઉચાર્ડે રિટાયરમેન્ટની જાહેરાત કરી દીધી છે. યુજેનીની ટેનિસ કારકિર્દી ખૂબ જ ઉતાર-ચઢાવથી ભરપૂર રહી હતી, તેણે વર્લ્ડ રેન્કિંગમાં નંબર-5 સુધી પહોંચવામાં સફળતા મેળવી હતી. એ સિવાય તેણે વિમ્બલડનના ફાઇનલમાં પણ જગ્યા બનાવી હતી. ટેનિસ કારકિર્દીમાં તેની સિદ્ધિ તરીકે 2014માં ન્યુરેમબર્ગ કપમાં WTA સિંગલ્સ ટાઈટલ મેળવ્યો હતો. શરૂઆતમાં દમદાર રમતથી ચર્ચામાં આવેલી યુજેની બાઉચાર્ડને એક સમયે પડકારનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે ખરાબ પ્રદર્શનને કારણે યુજેની વિશ્વ રેન્કિંગમાં છેલ્લા સ્થાને આવી હતી.ટેનિસ કોર્ટની બહાર પણ યુજેની બાઉચાર્ડ તેના આકર્ષક લુકને લઈને ખૂબ ચર્ચામાં રહી છે. વર્ષ 2024માં તેણે IMG મોડેલ્સ સાથે ફેશન ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરી એક મોટો કરાર કર્યો હતો. બાઉચાર્ડે હંમેશાં ટેનિસમાં ફેશનને પ્રોત્સાહન આપવાની અપીલ કરી છે. તેનું માનવું છે કે, ‘અમે નાના સ્કર્ટ અને ટેન્ક ટૉપ પહેરીએ છીએ. દર્શકોને ટીવી પર પ્લેયરને આવા ડ્રેસમાં જોવું પસંદ છે.’યુજેની બાઉચાર્ડ કેટલીક પ્રવૃત્તિઓને કારણે તેને તેની રમત પર ધ્યાન ન આપવા બદલ ઘણી ટીકાઓ પણ સહન કરવી પડી હતી. એટલું જ નહીં, તેણે ઓગસ્ટ 2023માં પ્રતિસ્પર્ધી રમત પિકલબોલ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય કર્યો. જોકે, તેણે WTAના 125 ઇવેન્ટમાં કૉમ્પિટ કરવા માટે વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી લીધી હતી અને અન્ના સિંકલેર રોજર્સ સામે 7-5, 6-2થી હારનો સામનો કરવો પડ્યો. ત્યારબાદથી તેને લાગ્યું કે હવે તેનું ટેનિસ કરિયર સમાપ્ત થઈ ગયું છે.આવી સ્થિતિમાં કેનેડિયન ખેલાડી યુજેની બાઉચાર્ડે બુધવારે સાંજે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી રિટાયરમેન્ટની જાહેરાત કરી હતી.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!