પરિણીતી અને રાઘવના ઘરે ગુંજશે બાળકની કિલકારી, અભિનેત્રીએ પ્રેગ્નન્સીની કરી જાહેરાત

બોલિવૂડ એક્ટ્રેસ પરિણીતી ચોપરા અને તેના પતિ રાઘવ ચઢ્ઢા ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. પરિણીતીએ સોશિયલ મીડિયા પર પ્રેગ્નન્સીની જાહેરાત કરતા ચાહકો અને સેલિબ્રિટીઝ તરફથી શુભેચ્છાઓનો ધોધ વહેવા લાગ્યો.

નવી દિલ્હી, મંગળવાર
બોલિવૂડની એક્ટ્રેસ પરિણીતી ચોપરાના ઘરે ટૂંક સમયમાં જ બાળકની કિલકારીઓ ગુંજવા જઈ રહી છે. છેલ્લા કેટલાક સમયથી તેની પ્રેગ્નન્સી વિશે ચાલી રહેલી ચર્ચાઓ પર હવે પૂર્ણવિરામ મુકાઈ ગયો છે. પરિણીતી અને તેના પતિ રાઘવ ચઢ્ઢાએ પોતે સોશિયલ મીડિયા પર આ ખુશખબર શેર કરી છે, જેના પછી આ કપલને શુભેચ્છાઓ અને અભિનંદન મળી રહ્યા છે.

પરિણીતી અને રાઘવે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ કરીને તેમના ફેન્સને સરપ્રાઈઝ આપી. આ પોસ્ટમાં એક ફોટો અને એક વિડીયોનો સમાવેશ થાય છે. ફોટોમાં, એક ટેબલ પર “1 + 1 = 3” લખેલું જોવા મળે છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમના જીવનમાં હવે ત્રીજા સભ્યનું આગમન થવાનું છે. વિડીયોમાં આ કપલ હાથમાં હાથ નાખીને ચાલતા જોવા મળે છે. આ પોસ્ટની સાથે, પરિણીતીએ કેપ્શનમાં લખ્યું, “આપણું નાનું યુનિવર્સ … its way. Very blessed.”

આ ખુશખબર સામે આવતા જ સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનો વરસાદ શરૂ થઈ ગયો છે. ફેન્સની સાથે સાથે અનેક સેલિબ્રિટીઝ પણ આ કપલને અભિનંદન આપી રહ્યા છે. સોનમ કપૂર, અનન્યા પાંડે સહિતના ઘણા સ્ટાર્સે તેમને શુભેચ્છા પાઠવી છે. પરિણીતી અને રાઘવની આ જાહેરાતથી તેમના ચાહકોમાં ખુશીની લહેર દોડી ગઈ છે.

પરિણીતી અને રાઘવના મેરેજ ગયા વર્ષે થયા હતા, અને ત્યારથી જ તેમના ચાહકો આ ગુડ ન્યૂઝની રાહ જોઈ રહ્યા હતા. હવે આ કપલ ટૂંક સમયમાં જ માતા-પિતા બનવાના છે, અને તેમના પરિવારમાં પણ ખુશીનો માહોલ છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!