શું થવાનું છે 5 જુલાઈએ ? બાબા વેંગા અને નોસ્ટ્રાડેમસ જેવી માન્યતા ધરાવતા તત્સુકીની ભવિષ્યવાણીથી દુનિયા ચિંતિત તો વૈજ્ઞાનિકો પણ ટેંશનમાં

બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણી સાચી પડે છે, એ જ કારણ છે કે, તેની ભવિષ્યવાણીને દુનિયામાં સૌથી વિશ્વસનીય માનવામાં આવે છે : તત્સુકીનું માનીએ તો આ દિવસ જાપાનમાં એક મોટું અને વિનાશક સંકટ આવી શકે છે

શુ થઈ રહ્યું છે 5 જુલાઈએ

જાપાન, ગુરુવાર : જાપાનના જાણીતા મંગા કલાકાર ર્યો તત્સુકી દ્વારા 5 જુલાઈ, 2025ને લઈને કરેલી ભવિષ્યવાણી સમગ્ર એશિયામાં ચર્ચાનો વિષય બની છે. બાબા વેંગા અને નોસ્ટ્રાડેમસ જેવી માન્યતા ધરાવતા તત્સુકીએ 2021ના સંસ્કરણમાં આ તારીખને “વિનાશક સંકટ” સાથે જોડીને ચેતવણી આપી હતી. તેમણે એ નથી જણાવ્યું કે આ આફત શું હશે, પરંતુ તેમના પૂર્વના સાચા પુરાવાઓ – જેમ કે COVID-19 મહામારી, પ્રિન્સેસ ડાયાના અને ફ્રેડી મર્ક્યુરીના અવસાન વિશેની ભવિષ્યવાણીઓ –ના કારણે લોકો આ દાવાને ગંભીરતાથી લઇ રહ્યાં છે.

જાપાનમાં લોકોને ડરનો માહોલ છે, પ્રવાસન ઉદ્યોગ અસરગ્રસ્ત થયો છે, અને સોશિયલ મીડિયામાં #July5Disaster ટ્રેન્ડ કરી રહ્યો છે. બીજી તરફ, જાપાની સરકાર અને વૈજ્ઞાનિકો આ ભવિષ્યવાણીને નિરાધાર ગણાવે છે અને શાંતિ જાળવવાની અપીલ કરે છે. છતાં પણ, જેમ જેમ તારીખ નજીક આવે છે, લોકો વચ્ચે ભય અને શંકા વધી રહી છે. તત્સુકીને બાબા વેંગા અને નોસ્ટ્રાડેમસની જેમ જ માનવામાં આવે છે. તેણે પોતાના પુસ્તક 2021ના સંસ્કરણમાં 5 જુલાઈ, 2025ની તારીખને લઈને એક રહસ્યમય ચેતવણી આપી છે. તત્સુકીનું માનીએ તો આ દિવસ જાપાનમાં એક મોટું અને વિનાશક સંકટ આવી શકે છે.

બાબા વેંગાની ઘણી ભવિષ્યવાણી સાચી પડે છે, એ જ કારણ છે કે, તેની ભવિષ્યવાણીને દુનિયામાં સૌથી વિશ્વસનીય માનવામાં આવે છે. જો કે એશિયામાં પણ જાપાનના મશહૂર મંગા કલાકાર ર્યો તત્સુકીની કહેલી વાતો સાચી પડે છે, જેના કારણે તેને જાપાની બાબા વેંગા તરીકે ઓળખવામાં આવે છે. તેઓએ 5 જુલાઈ, 2025ની તારીખને લઈને એવી ભવિષ્યવાણી કરી કે સોશિયલ મીડિયા પર હાહાકાર મચી ગયો છે. તત્સુકીને બાબા વેંગા અને નોસ્ટ્રાડેમસની જેમ જ માનવામાં આવે છે. તેણે પોતાના પુસ્તક 2021ના સંસ્કરણમાં 5 જુલાઈ, 2025ની તારીખને લઈને એક રહસ્યમય ચેતવણી આપી છે. તત્સુકીનું માનીએ તો આ દિવસ જાપાનમાં એક મોટું અને વિનાશક સંકટ આવી શકે છે, જે અન્ય દેશો પર પણ અસર કરશે. જો કે તેણે એ નથી જણાવ્યું કે, આ સંકટ શું હશે, પરંતુ આ ભવિષ્યવાણી ઇન્ટરનેટ પર ખૂબ ચર્ચામાં છે.

ર્યો તત્સુકીની વિશ્વસનીયતા તેમની પૂર્વ ભવિષ્યવાણીઓના કારણે વધી છે, જે બરાબર સાચી નીકળી છે. તેમણે પ્રિન્સેસ ડાયાનાના દુખદ અવસાન, ફ્રેડી મર્ક્યુરીના નિધન અને વર્ષ 2020ના દાયકામાં ફેલાયેલી વૈશ્વિક મહામારી COVID-19ની સાચી ભવિષ્યવાણી કરી હતી. આ સચોટ ભવિષ્યવાણીઓના કારણે લોકો તેમની તાજી ભવિષ્યવાણીને માત્ર કલ્પના નથી માનતા અને ખૂબ જ ડરી ગયા છે. તત્સુકીની 5 જુલાઈ, 2025ની આફત વિશેની ભવિષ્યવાણીનો પ્રભાવ જાપાનના પ્રવાસન પર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ પૂર્વ એશિયા અને હૉંગકૉંગથી આવતા પ્રવાસીઓ જુલાઈ, 2025ની આસપાસ જાપાનની યાત્રા રદ કરી રહ્યા છે. કેટલાક વિસ્તારોમાં યાત્રા બુકિંગમાં 80 ટકા સુધીની ઘટાડો જોવા મળ્યો છે. હવે પ્રવાસન ઉદ્યોગ ચિંતિત છે કે તે આ મંગા કલાકારની ભવિષ્યવાણીથી કેવી રીતે બહાર આવશે, પરંતુ લોકોને પૂરો વિશ્વાસ છે કે આ દિવસે કંઈક તો ખરાબ થશે.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!