આ વખતે પણ અભિનેયનથી વધુ, શરીરપ્રદર્શન અને સ્ટન્ટ્સ પર જ ભાર રહેશે : હવે પોસ્ટ પ્રોડક્શન બાદ આ વર્ષના અંત સુધીમાં ફિલ્મ રીલિઝ કરી દેવામાં આવશે

મુંબઈ, ગુરુવાર : બોલીવુડમાં એક્શન હીરો તરીકે ઓળખાતા ટાઈગર શ્રોફ ફરીથી પોતાના એબ્સના જ સહારે બાગી સિરીઝના નવા ભાગ ‘બાગી 4’માં પડદે અવતરી રહ્યો છે. તેની તાજેતરની પોસ્ટમાંથી એ સ્પષ્ટ સંકેત મળ્યો છે કે, આ વખતે પણ અભિનેયનથી વધુ, શરીરપ્રદર્શન અને સ્ટન્ટ્સ પર જ ભાર રહેશે.
દરેક ફિલ્મમાં માત્ર એબ્સ દેખાડીને ટાઈપકાસ્ટ થઈ ગયેલા ટાઈગર શ્રોફને કોઈ અલગ રોલ મળતા જ નથી. તેની આગામી ફિલ્મ ‘બાગી ફોર’માં પણ તે ‘એબ્સ’ દેખાડીને સ્ટન્ટ સીનના ભરોસે ગાડું ગબડાવશે તેવો સંકેત તેણે આ ફિલ્મ વિશે કરેલી પોસ્ટથી મળ્યો છે. તેણે આ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયાની જાહેરાત કરતી પોસ્ટ કરી હતી. તેમાં પણ તેણે પોતાના એબ્સના જ ક્લોઝ અપ્સ શેર કર્યા છે. ફિલ્મનું શૂટિંગ ગત નવેમ્બરથી શરુ થયુ હતું. હવે પોસ્ટ પ્રોડક્શન બાદ આ વર્ષના અંત સુધીમાં ફિલ્મ રીલિઝ કરી દેવામાં આવશે. તેની ગત ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ ટિકિટબારી પર મોટાપાયે ફલોપ થતાં નિર્માતાઓ કરોડોના નુકસાનના ખાડામાં ઉતરી ગયા હતા.











