આવતીકાલે લોક રક્ષક કેડર લેખિત પરીક્ષા માટે ગાંધીનગરમાં કડક સુરક્ષા વ્યવસ્થા

જિલ્લા મેજિસ્ટ્રેટે પરીક્ષાના સમયે સવારે 9:30થી બપોરે 12:30 દરમિયાન વિશેષ આદેશો જાહેર કર્યા છે. : પરીક્ષા કેન્દ્રોની 100 મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ સેન્ટર્સ અને દુકાનો બંધ રહેશે.

ગાંધીનગર, શનિવાર : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોક રક્ષક કેડરની 12,000 જગ્યાઓ માટે આવતીકાલે, એટલે કે 15 જૂન 2025ના રોજ રાજ્યભરમાં લેખિત પરીક્ષા યોજાવાની છે. ગાંધીનગર જિલ્લામાં કુલ 29 પરીક્ષા સેન્ટરો પર આ પરીક્ષા લેવાશે, જેમાંથી 17 સેન્ટર્સ ગાંધીનગર સિટીમાં આવેલ છે. દરેક સેન્ટર પર લગભગ 300 ઉમેદવારો પરીક્ષા આપશે.

પરીક્ષા અને સુરક્ષા વ્યવસ્થા
રાજ્યભરમાં કુલ 825 પરીક્ષા સેન્ટરો પર 2.47 લાખથી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. ગાંધીનગર સહિત અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને આણંદ જેવા મુખ્ય શહેરોમાં પણ પરીક્ષા સેન્ટરો રાખવામાં આવ્યા છે.

પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે 8,000થી વધુ પોલીસ અધિકારી અને કર્મચારીઓ તૈનાત રહેશે. દરેક સેન્ટર પર CCTV અને GPS ટેક્નોલોજીથી દેખરેખ રાખવામાં આવશે.

શિક્ષણ વિભાગના 18,000થી વધુ અધિકારીઓ પણ આ પરીક્ષા વ્યવસ્થામાં જોડાશે.

તમામ ઉમેદવારોનું બાયોમેટ્રિકની સાથે સાથે ફોટોગ્રાફ વેરિફિકેશન થશે. કોલલેટરમાં સ્પષ્ટ સૂચન મુજબ, ઉમેદવારોને સવારે 7:30 વાગ્યે સેન્ટર પર હાજર રહેવું ફરજિયાત છે, જ્યારે પરીક્ષા 9:30થી 12:30 સુધી ચાલશે.

વિશેષ નિયંત્રણો અને પ્રતિબંધ
આપને જણાવીએ કે જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ મુજબ, પરીક્ષા દરમિયાન (9:30 થી 12:30) દરેક સેન્ટરની 100 મીટરની ત્રિજ્યામાં ઝેરોક્ષ સેન્ટર, દુકાનો, પાનના ગલ્લા, ચા-નાસ્તાની દુકાનો બંધ રહેશે.

લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ
સક્ષમ અધિકારી સિવાય કોઈને પણ મોબાઈલ, અન્ય ઈલેક્ટ્રોનિક ડિવાઇસ, બુક્સ, કાપલીઓ અથવા ઝેરોક્ષ કોપી લઈ જવાની મનાઈ છે. હથિયારો સાથે પ્રવેશ પણ સંપૂર્ણ પ્રતિબંધિત છે.

પરીક્ષા પેપર અને સમયગાળો
પરીક્ષા 3 કલાકની રહેશે અને કુલ 200 MCQ (Multiple Choice Questions) પૂછાશે, કુલ 200 માર્ક્સ માટે.

ઉમેદવારો માટે ખાસ સુવિધા
GSRTC દ્વારા પરીક્ષા દિવસો માટે વિશેષ બસ સેવા શરૂ કરવામાં આવી છે, જેથી ઉમેદવારોને પરીક્ષા સેન્ટર સુધી પહોંચવામાં સરળતા રહે. Advance ticket bookingની પણ સુવિધા ઉપલબ્ધ છે.

Weu Network
Author: Weu Network

Leave a Comment

Read More

error: Content is protected !!