ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે નેધરલેન્ડ્સમાં કહ્યું ભારત-પાકિસ્તાન વચ્ચેનો યુદ્વ મે સમાપ્ત કરાવી દીધો.

નવી દિલ્હી,બુધવાર: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નેધરલેન્ડ્સમાં નાટો સમિટ દરમિયાન કહ્યું હતું કે અમેરિકાના હુમલા પછી ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધનો અંત આવ્યો હતો. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે અમેરિકાના હુમલાથી ઈરાનના પરમાણુ કેન્દ્રને મોટું નુકસાન થયું છે. તેમણે એમ પણ કહ્યું હતું કે કતારમાં અમેરિકન એરબેઝ પર ઈરાની હુમલાથી કોઈ નુકસાન થયું નથી. કારણ કે હુમલા પહેલા જ અમેરિકન સૈનિકોને એરબેઝ પરથી હટાવી લેવામાં આવ્યા હતા. ટ્રમ્પે કહ્યું હતું કે બંને દેશો વચ્ચે સંપૂર્ણ યુદ્ધવિરામ થઈ ગયો છે, પરંતુ જો ફરીથી યુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થાય તો અમેરિકા યુદ્ધમાં જોડાશે. તેમણે ભારત-પાકિસ્તાન યુદ્વ વિશે પણ નિવેદન કર્યું.
ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે નેધરલેન્ડ્સમાં કહ્યું ભારત-પાકિસ્તાન વચ્ચેનો યુદ્વ મે સમાપ્ત કરાવી દીધો. મેં કહ્યું કે જો તમે એકબીજા સાથે લડવાના છો, તો અમે વેપાર સોદો નહીં કરીએ. ગયા અઠવાડિ યે પાકિસ્તાની જનરલ મારા કાર્યાલયમાં હતા. વડા પ્રધાન મોદી મારા ખૂબ સારા મિત્ર છે. તેઓ એક મહાન સજ્જન છે, તેઓ એક મહાન માણસ છે. મેં તેમને સમજાવ્યું, અને મેં કહ્યું, જો તમે લડવાના છો તો અમે વેપાર સોદો નહીં કરીએ. તેમણે કહ્યું, ના, હું વેપાર સોદો કરવા માંગુ છું. અમે પરમાણુ યુદ્ધ બંધ કર્યું.











