TAT Exam 2026: રાજ્ય પરીક્ષા બોર્ડે TAT (ઉચ્ચત્તર માધ્યમિક) પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરી દીધું છે. 29 માર્ચે લેવાશે પ્રિલિમ પરીક્ષા. જાણો અરજી પ્રક્રિયા, ફી અને અભ્યાસક્રમની વિગતો આ આર્ટિકલમાં.

ગાંધીનગર, શુક્રવાર
જે મિત્રો શિક્ષક બનીને શિક્ષણ ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવવા માંગે છે, તેમના માટે ગાંધીનગરથી એક મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા વર્ષ 2026 માટેની શિક્ષક અભિરુચિ કસોટી એટલે કે TAT (Teacher Aptitude Test) માટેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડી દેવામાં આવ્યું છે. આ પરીક્ષા ખાસ કરીને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગ માટે લેવામાં આવશે.
જો તમે પણ આ પરીક્ષાની તૈયારી કરી રહ્યા હોવ, તો પેન અને ડાયરી લઈને તૈયાર થઈ જાઓ, કારણ કે બોર્ડે રજીસ્ટ્રેશનથી લઈને પરીક્ષા સુધીનો આખો કાર્યક્રમ જાહેર કરી દીધો છે.
ક્યારે લેવાશે પરીક્ષા? (Exam Schedule)
રાજ્ય પરીક્ષા બોર્ડના જાહેરનામા મુજબ, TAT ની પ્રિલિમિનરી પરીક્ષા માર્ચ મહિનામાં યોજાશે. ઉમેદવારોએ સમયસર ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું રહેશે. પરીક્ષાનો કાર્યક્રમ નીચે મુજબ છે:
ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ: 10/02/2026
રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તારીખ: 19/02/2026
ઓનલાઈન ફી ભરવાનો સમયગાળો: 10/02/2026 થી 20/02/2026
પ્રાથમિક પરીક્ષા (Prelims Exam): 29/03/2026
મુખ્ય પરીક્ષા (Mains Exam): મે – 2026 (સંભવિત)
પરીક્ષાનું માળખું કેવું રહેશે?
ઉમેદવારોએ ખાસ નોંધ લેવી કે આ કસોટી બે તબક્કામાં લેવામાં આવશે.
પ્રાથમિક પરીક્ષા: આ પરીક્ષા બહુવિકલ્પ (MCQ) સ્વરૂપની હશે. અહીં ખાસ ધ્યાન રાખવું કે આમાં ‘નેગેટિવ માર્કિંગ’ સિસ્ટમ છે. જો તમારો જવાબ ખોટો પડે તો પ્રત્યેક ખોટા જવાબ દીઠ 0.25 ગુણ કાપવામાં આવશે.
મુખ્ય પરીક્ષા: જે ઉમેદવારો પ્રિલિમ પાસ કરશે તેમણે મુખ્ય પરીક્ષા આપવાની રહેશે, જે વર્ણનાત્મક (Descriptive) એટલે કે લેખિત સ્વરૂપની હશે. આ પરીક્ષા સંભવિત રીતે મે મહિનામાં યોજાશે.
પરીક્ષા ફી અને અરજી પ્રક્રિયા
અરજી કરવા માટે ઉમેદવારોએ OJAS ની વેબસાઈટ પર જવું પડશે. ફી નું માળખું નીચે મુજબ નક્કી કરવામાં આવ્યું છે:
સામાન્ય કેટેગરી (General): રૂ. 500
અનામત કેટેગરી (SC, ST, SEBC, EWS, PH): રૂ. 400
ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું કે એકવાર ભરેલી ફી કોઈપણ સંજોગોમાં પરત કરવામાં આવશે નહીં.
કઈ વેબસાઈટ પર અરજી કરવી?
વધુ માહિતી મેળવવા અને ઓનલાઈન ફોર્મ ભરવા માટે ઉમેદવારોએ નીચે આપેલી સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી:
ojas.gujarat.gov.in
www.sebexam.org
તો મિત્રો, હવે સમય બગાડ્યા વગર 10 ફેબ્રુઆરીથી શરૂ થતી અરજી પ્રક્રિયા માટે તમારા ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી લો અને 29 માર્ચના રોજ યોજાનારી પરીક્ષા માટે અત્યારથી જ તૈયારીમાં લાગી જાઓ. Best of Luck!











