UIDAI એ આધાર કાર્ડમાં ફ્રી ઓનલાઈન અપડેટ કરવાની સુવિધાને 14 જૂન, 2026 સુધી લંબાવી છે. આ સુવિધાનો લાભ લઈને તમે ઘરે બેઠા તમારા આધારની વિગતો અપડેટ કરી શકો છો.

અમદાવાદ, શુક્રવાર
જો તમે તમારા આધાર કાર્ડમાં કોઈ અપડેટ કરાવવાનું વિચારી રહ્યા છો અથવા નવા આધાર કાર્ડ માટે અરજી કરી રહ્યા છો, તો તમારા માટે એક મહત્ત્વપૂર્ણ અપડેટ છે. UIDAIએ આધાર સંબંધિત સેવાઓ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સની નવી અને અપડેટેડ લિસ્ટ જાહેર કરી છે. આ નવા નિયમો ભારતીય નાગરિકો, OCI કાર્ડધારકો, 5 વર્ષથી વધુ ઉંમરના બાળકો અને લાંબા ગાળાના વિઝા પર રહેતા લોકો માટે લાગુ પડશે.
UIDAI એ ચાર મુખ્ય પ્રમાણ – ઓળખનો પુરાવો, સરનામાનો પુરાવો, જન્મતારીખનો પુરાવો અને સંબંધનો પુરાવો માટે અલગ-અલગ ડોક્યુમેન્ટ્સ નક્કી કર્યા છે.
ઓળખના પુરાવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
જો તમને તમારી ઓળખ સાબિત કરવાની જરૂર હોય, તો નીચેનામાંથી કોઈપણ એક ડોક્યુમેન્ટ રજૂ કરી શકો છો:
* પાસપોર્ટ
* પાન કાર્ડ
* વોટર આઈડી કાર્ડ
* ડ્રાઈવિંગ લાયસન્સ
* સરકારી કંપની દ્વારા જારી કરાયેલ ફોટો આઈડી કાર્ડ
* મનરેગા કાર્ડ
* પેન્શનર કાર્ડ
સરનામાના પુરાવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
તમારા રહેઠાણના સરનામાને પ્રમાણિત કરવા માટે નીચેનામાંથી કોઈપણ એક ડોક્યુમેન્ટ માન્ય ગણાશે:
* વીજળી બિલ
* પાણી બિલ
* ગેસ બિલ
* લેન્ડલાઈન બિલ
* બેંક પાસબુક
* રાશન કાર્ડ
* ડ્રાઈવિંગ લાયસન્સ
* ભાડા કરાર
* પેન્શન કાર્ડ
* સરકાર દ્વારા જારી કરાયેલ આવાસ પ્રમાણપત્ર
જન્મતારીખના પુરાવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
તમારી જન્મતારીખમાં સુધારો કરાવવા અથવા તેને પ્રમાણિત કરવા માટે નીચેનામાંથી કોઈપણ એક ડોક્યુમેન્ટ સ્વીકાર્ય છે:
* સ્કૂલ માર્કશીટ
* જન્મ પ્રમાણપત્ર
* પાસપોર્ટ
* સરકારી પ્રમાણપત્ર જેમાં જન્મતારીખનો ઉલ્લેખ હોય
આજના સમયમાં આધાર કાર્ડ એક અત્યંત આવશ્યક અને અનિવાર્ય દસ્તાવેજ બની ગયું છે. આધાર કાર્ડ વગર તમારા અનેક જરૂરી કામો અટકી શકે છે અને તમે ઘણી સરકારી યોજનાઓના લાભથી પણ વંચિત રહી શકો છો. તેથી, તમારા આધાર કાર્ડની માહિતી અપડેટેડ રાખવી અત્યંત જરૂરી છે.











