બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા કોઈને કોઈ કારણોસર હેડલાઇન્સમાં રહે છે. હાલમાં જ તેણે દાવો કર્યો છે કે લંડનના ગેટવિક એરપોર્ટ પરથી તેની લક્ઝરી ડાયોર બેગ ચોરાઈ ગઈ છે

નવી દિલ્હી,ગુરૂવાર: બોલીવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા કોઈને કોઈ કારણોસર હેડલાઇન્સમાં રહે છે. હાલમાં જ તેણે દાવો કર્યો છે કે લંડનના ગેટવિક એરપોર્ટ પરથી તેની લક્ઝરી ડાયોર બેગ ચોરાઈ ગઈ છે. અભિનેત્રીએ જણાવ્યું હતું કે તે વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ માટે મુંબઈથી અમીરાત એરલાઇન્સ દ્વારા લંડન પહોંચી હતી, તે દરમિયાન એરપોર્ટ પર બેલ્ટમાંથી તેની લક્ઝરી બેગ ચોરાઈ ગઈ હતી.
ઉર્વશીએ સોશિયલ મીડિયા પર મદદ માંગી
ઉર્વશી રૌતેલાએ ગુરુવારે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા આ ઘટનાની માહિતી આપી હતી. તેણે લંડન પોલીસ અને અમીરાત એરવેઝને ટેગ કર્યા હતા અને તાત્કાલિક કાર્યવાહીની માંગ કરી હતી. પોતાની પોસ્ટમાં, તેણે ડાયોર બેગ, ફ્લાઇટ ટિકિટ અને બેગેજ ટેગની તસવીરો શેર કરી હતી અને લખ્યું હતું કે – “અન્યાય સહન કરવો એ અન્યાયનું પુનરાવર્તન છે.જ્યારે અમે મુંબઈથી આવ્યા ત્યારે ગેટવિક એરપોર્ટ પર બેલ્ટમાંથી અમારી ડાયોર બ્રાઉન બેગ ચોરાઈ ગઈ હતી.” તેણે યુકે પોલીસ, એરલાઇન્સ સપોર્ટ અને ગેટવિક એરપોર્ટ પોલીસને ટેગ કર્યા હતા અને તેમની પાસેથી મદદ માંગી હતી.
સોશિયલ મીડિયા પર ચાહકોની પ્રતિક્રિયાઓ
ઉર્વશીની આ પોસ્ટ પર સોશિયલ મીડિયા યુઝર્સે ઘણી રમુજી ટિપ્પણીઓ કરી હતી. એક યુઝરે લખ્યું, “વિમ્બલ્ડનથી પરત ફરતી વખતે પોતાની બેગ ગુમાવનાર પ્રથમ ભારતીય!”, જ્યારે બીજા યુઝરે કટાક્ષ કર્યો, “આશા છે કે તમારા લાબુઝ સુરક્ષિત હશે!”











