ટ્રમ્પ પ્રશાસન દ્વારા H-1B વીઝા અને OPT ની ફી વધારીને ૧ લાખ ડૉલરથી વધુ કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, જેનાથી યુએસમાં કામ કરતા ભારતીય પ્રોફેસનલ્સ અને વિદ્યાર્થીઓને મોટો આંચકો લાગ્યો છે.

અમેરિકાના હોમલેન્ડ સિક્યોરિટી વિભાગ (DHS) અને ટ્રમ્પ પ્રશાસન દ્વારા H-1B વીઝા અને ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ (OPT) નીતિઓમાં અત્યંત કડક ફેરફારો કરવામાં આવ્યા છે, જેના કારણે યુએસમાં ભણવા જતા અને કામ કરતા વિદેશી નાગરિકો, વિશેષ કરીને ભારતીયો માટે મોટો આંચકો સર્જાયો છે.
પ્રસ્તાવિત નીતિઓ અને નાણાકીય બોજની મુખ્ય વિગતો
-
જંગી ફી વધારો: ફ્રેગોમેન ઇમિગ્રેશન સર્વિસ ફર્મના વિશ્લેષણ અને ફેડરલ રજિસ્ટરની વિગતો મુજબ, યુએસ પ્રશાસન H-1B વીઝા અરજી ફી અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટેના OPT આવેદન પરની ફી વધારીને $1,00,000 (આશરે ₹૮૩ થી ૮૬ લાખ) કરતાં વધુ કરવાની યોજના બનાવી રહ્યું છે.
-
કંપનીઓ અને પ્રોફેશનલ્સ પર અસર: આટલી ઊંચી ફીના કારણે અમેરિકન કંપનીઓ માટે વિદેશી ટેલેન્ટને સ્પોન્સર કરવું અત્યંત ખર્ચાળ અને મુશ્કેલ બનશે, જેની સીધી પ્રતિકૂળ અસર ભારતીય આઈટી પ્રોફેસનલ્સ અને નવયુવાનોની રોજગારીની તકો પર પડી શકે છે.











