પહેલાથી જ ભારત પર 26% ટેરિફ લાગુ હતો, અને હવે ડોનાલ્ડ ટ્રમ્પે તેમાં 25%નો વધારો કર્યો છે. આ વધારા સાથે હવે કુલ ટેરિફ 51% થઈ ગયો છે. આ આદેશ 27 ઓગસ્ટથી લાગુ થશે.

નવી દિલ્હીસ ગુરૂવાર
અમેરિકાએ ભારત પર અચાનક 50% ટેરિફ લગાવવાનો નિર્ણય લીધો છે. આ આદેશ પર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સહી કરી દીધી છે, જે 27 ઓગસ્ટથી અમલમાં આવશે. આ નિર્ણયથી ભારત અને અમેરિકાના સંબંધોમાં તણાવ વધવાની શક્યતા છે.
આ નિર્ણય પર ભારતના વિદેશ મંત્રાલયે એક નિવેદન બહાર પાડીને પ્રતિક્રિયા આપી છે. મંત્રાલયે આ પગલાને “અન્યાયી, અનુચિત અને અસંગત” ગણાવ્યું છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે ભારત રશિયા પાસેથી જે ઓઈલ ઇમ્પોર્ટ કરે છે તે બજાર આધારિત છે અને તેનો મુખ્ય હેતુ દેશના લોકોની ઉર્જા સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.

સરકાર પર વિપક્ષના પ્રહારો
અમેરિકાના આ નિર્ણય બાદ દેશમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર સવાલો ઉઠાવ્યા છે. શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું કે, “કોઈ મંત્રી કેમ આનો જવાબ નથી આપી રહ્યા? બધા મંત્રીઓ કેમ ચૂપ છે? શું અમેરિકા સાથે કોઈ ટ્રેડ ડીલ થઈ છે કે નહીં?” આ ઉપરાંત, કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂરે પણ આ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે, જેનાથી સરકાર પર દબાણ વધ્યું છે.
પહેલા 26%, હવે 50%
પહેલાથી જ ભારત પર 26% ટેરિફ લાગુ હતો, અને હવે ડોનાલ્ડ ટ્રમ્પે તેમાં 25%નો વધારો કર્યો છે. આ વધારા સાથે હવે કુલ ટેરિફ 51% થઈ ગયો છે. આ આદેશ 27 ઓગસ્ટથી લાગુ થશે. આ નિર્ણય ભારત-અમેરિકાના વેપાર સંબંધો માટે એક મોટો પડકાર છે. ભારતે પણ સ્પષ્ટ કર્યું છે કે તે પોતાના હિતોનું રક્ષણ કરવા માટે તમામ જરૂરી પગલાં લેશે.











