શું તમે જાણો છો કે ભારતના ઉપરાષ્ટ્રપતિને પગાર નથી મળતો? છતાં તેઓ દર મહિને લાખો રૂપિયાની આવક કેવી રીતે મેળવે છે? આ લેખમાં ઉપરાષ્ટ્રપતિને મળતા પગાર, ભથ્થાં અને અન્ય સરકારી સુવિધાઓની સંપૂર્ણ માહિતી વાંચો.

નવી દિલ્હી, બુધવાર
ભારતીય બંધારણ મુજબ ઉપરાષ્ટ્રપતિનું પદ દેશનું બીજું સૌથી મોટું બંધારણીય પદ છે. આ પદ પર બિરાજમાન વ્યક્તિને પગાર મળતો નથી, પરંતુ આ પદ સાથે મળતી સુવિધાઓ અને ભથ્થાં એટલાં મોટાં છે કે તે અન્ય કોઈ પણ ઉચ્ચ સરકારી નોકરીને પાછળ છોડી દે છે. લોકોના મનમાં ઘણીવાર આ પ્રશ્ન થાય છે કે જો પગાર નથી મળતો, તો પછી આ પદ પર રહેલી વ્યક્તિની આવકનો સ્ત્રોત શું છે?
આનો જવાબ એકદમ સીધો છે. ઉપરાષ્ટ્રપતિને તેમનું કામ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કરવા માટે ભથ્થાં આપવામાં આવે છે. ધ સેલરી એન્ડ એલાઉન્સીસ ઓફ પાર્લામેન્ટ ઓફિસર્સ એક્ટ, 1953 (The Salary and Allowances of Parliament Officers Act, 1953) હેઠળ, ઉપરાષ્ટ્રપતિને દર મહિને 4 લાખનું ભથ્થું મળે છે. આ ભથ્થાં પગાર કરતાં અલગ હોય છે અને ટેક્સ ફ્રી હોય છે.
આ ઉપરાંત, ઉપરાષ્ટ્રપતિને અનેક સરકારી સુવિધાઓ પણ મળે છે, જેના કારણે તેમનું જીવન સરળ અને સુરક્ષિત રહે છે. આ સુવિધાઓમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે:
* મફત સરકારી રહેઠાણ અને તેના મેઇન્ટેનન્સનો ખર્ચ
* મફત તબીબી સુવિધાઓ
* ટ્રેન અને હવાઈ મુસાફરીમાં મફત ટ્રાવેલિંગ
* ટેલિફોન અને મોબાઈલ બિલની મફત સુવિધાઓ
* સરકારી વાહન અને તેનો સંપૂર્ણ ખર્ચ
* પર્સનલ સિક્યોરિટી અને સ્ટાફ
* વાહન સાથે એસ્કોર્ટ સુવિધા
* આ બધી સુવિધાઓનો ખર્ચ ભારત સરકાર ઉઠાવે છે.
* નિવૃત્તિ પછીની સુવિધાઓ અને પેન્શન
પદ પરથી નિવૃત્ત થયા પછી પણ, ભારતના ઉપરાષ્ટ્રપતિને ઘણા ખાસ લાભો મળતા રહે છે. તેમને દર મહિને 2 લાખનું પેન્શન આપવામાં આવે છે. આ એક એવો અનોખો કિસ્સો છે જ્યાં પગાર ન મળતો હોવા છતાં, નિવૃત્તિ પછી પેન્શન મળે છે. આ ઉપરાંત, નિવૃત્તિ પછી તેમને નીચે મુજબની સુવિધાઓ મળે છે:
ટાઈપ 8 સરકારી બંગલો
* એક પ્રાઇવેટ સેક્રેટરી અને એક એડિશનલ પ્રાઇવેટ સેક્રેટરી
* એક પર્સનલ આસિસ્ટન્ટ
* એક ફિઝિશિયન અને એક નર્સિંગ ઓફિસર
* ચાર પર્સનલ આસિસ્ટન્ટ
આ તમામ સુવિધાઓ અને ભથ્થાં સાથે, ઉપરાષ્ટ્રપતિનું પદ માત્ર સન્માનજનક જ નહીં, પરંતુ આર્થિક રીતે પણ ખૂબ જ સુરક્ષિત છે. આ માહિતી દેશના સૌથી મહત્વના પદોમાંથી એકની સાચી તસ્વીર રજૂ કરે છે.











