હાલમાં ફરહાન અખ્તર લંડનમાં ફિલ્મના શૂટિંગ માટે યોગ્ય લોકેશન્સની શોધમાં છે : ડોન ૩માં વિજય દેવરકોંડાનો મુકાબલો રણવીર સિંહ સાથે થશે

મુંબઈ, મંગળવાર : બોલીવૂડના મોટી અપેક્ષા ધરાવતી ફિલ્મોમાંથી એક, ફરહાન અખ્તરની ‘ડોન 3’ ફરી એકવાર ચર્ચામાં છે. તાજેતરના અપડેટ મુજબ, દક્ષિણ ભારતના પોપ્યુલર સ્ટાર વિજય દેવરકોણ્ડા હવે આ એક્શન-થ્રિલર ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવશે. રિપોર્ટ્સ અનુસાર, વિજયે અગાઉ આ રોલ માટે પસંદ કરાયેલા વિક્રાંત મૈસીને રિપ્લેસ કર્યો છે અને હવે તેઓ ફિલ્મમાં વિલન તરીકે જોવા મળશે, જ્યાં તેઓનો મુકાબલો રણવીર સિંહના ડોન પાત્ર સાથે થશે.
હાલમાં ફરહાન અખ્તર લંડનમાં ફિલ્મના શૂટિંગ માટે યોગ્ય લોકેશન્સની શોધમાં છે. ‘ડોન 3’માં કેટલાક ખાસ કેમિયો પણ રાખવામાં આવવાના છે. રિપોર્ટ મુજબ, નિર્માતા શાહરુખ ખાનના અગાઉના પાત્રને પણ કથાવસ્તૂમાં ડ્રામેટિક એન્ગલ સાથે રિએન્ટ્રી આપવા પર વિચારી રહ્યા છે. કહ્યું જાય છે કે ફરહાને શાહરુખ સાથે આ અંગે વાતચીત પણ કરી લીધી છે. આ સિવાય, એક બીજી અફવા પ્રમાણે પ્રિયંકા ચોપરા પણ ફિલ્મમાં કેમિયો કરતી જોવા મળી શકે છે, જેને લઈને દર્શકોમાં ઉત્સુકતા વધી છે. ફરહાન અખ્તરની ડોન ૩ લાંબા સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મને લઇને વારંવાર અપડેટ આવ્યા કરે છે. હાલના અપડેટના અનુસાર,વિજય દેવરકોંડાએ વિક્રાંત મૈસીનું સ્થાન લઇ લીધું છે. ઘણી અફવાઓ અને દાવા સાથે ચર્ચા છે કે, વિજય દેવરકોડાએ ફરહાન અખ્તરની એકશન થ્રિલર ફિલ્મ ડોન ૩માં વિલનના રોલમાં વિક્રાંત મૈસીનું સ્થાન લઇ લીધું છે. ડોન ૩માં વિજય દેવરકોંડાનો મુકાબલો રણવીર સિંહ સાથે થશે. હાલ ફરહાન અખ્તર લંડનમાં શૂટિંગ માટે યોગ્ય લોકેશનની શોધ કરી રહ્યો છે. ફરહાનની ડોન ૩માં ઘણા સ્પેશયલ કેમિયો હોવાની પણ ચર્ચા હતી. ફરહાન અખ્તરે શાહરૃખ ખાનનો સંપર્ક કરીને તેના રોલ વિશે જણાવ્યું હતું. અન્ય એક અફવા અનુસાર, પ્રિયંકા ચોપરા પણ ડોન ૩માં કેમિયો કરતી જોવા મળવાની છે. ફિલ્મ ડોન ૩નું શૂટિંગ ૨૦૨૬માં શરૃ કરવામાં આવશે અને વરસના અંત સુધીમાં ફિલ્મને રિલીઝ કરવામાં આવશે.











