ગુરુવારે રાજ્યમાં માત્ર 6 તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ વરસાદ પણ 0.75 ઇંચથી ઓછો રહ્યો હતો.

અમદાવાદ, શુક્રવાર
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં વરસાદે વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ હવામાન વિભાગે આજે, શુક્રવાર માટે રાજ્યના વિવિધ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. સાથે જ 30-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગુરુવારે રાજ્યમાં માત્ર 6 તાલુકામાં જ વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ વરસાદ પણ 0.75 ઇંચથી ઓછો રહ્યો હતો. જોકે, આજે હવામાન વિભાગે વરસાદની ગતિવિધિ ફરી વધવાની સંભાવના દર્શાવી છે.
કયા વિસ્તારોમાં પડશે વરસાદ?
* ઉત્તર ગુજરાત: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
* મધ્ય ગુજરાત: ગાંધીનગર, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
* દક્ષિણ ગુજરાત: વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે.
* સૌરાષ્ટ્ર અને કચ્છ: સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે સામાન્ય વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.











