ક્રિકેટર રિન્કુ સિંહને યોગી સરકારની મોટી ભેટ, શિક્ષણ વિભાગમાં બનશે મોટા અધિકારી

સ્પોર્ટ્સની દુનિયામાં તેની સિદ્ધિઓને ધ્યાનમાં લઈને સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ તેની સીધી ભરતી કરવામાં આવી

ક્રિકેટર રિન્કુ સિંહને યોગી સરકારની મોટી ભેટ

મુંબઈ, ગુરુવાર : ટીમ ઈન્ડિયાના ઉભરતા T20 સ્ટાર રિંકુ સિંહને ઉત્તર પ્રદેશ સરકારે મોટી જવાબદારી સોંપી છે. સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ તેની સીધી ભરતી કરી, અલીગઢ જિલ્લાની અમીન તાલુકાની બેઝિક એજ્યુકેશન ઓફિસર (BEO) તરીકે નિયુક્તિ આપવામાં આવી છે. રમતમાં તેની શાનદાર સિદ્ધિઓને માન્યતા આપી, યોગી સરકારે આ ઐતિહાસિક પગલું ભર્યું છે.

સંઘર્ષથી સફળતા સુધીની સફર
રિન્કુ સિંહનો જન્મ 12 ઑક્ટોબર, 1997ના રોજ ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લામાં થયો હતો. આર્થિક મુશ્કેલીઓ છતાં તેણે હાર ન માની અને ક્રિકેટને પોતાનું સ્વપ્ન બનાવ્યું અને પૂરા દિલથી મહેનત કરી. આજે તે માત્ર ટીમ ઈન્ડિયાનો ભાગ નથી, પરંતુ લાખો યુવાનો માટે પ્રેરણા પણ છે.રિન્કુ સિંહને આપવામાં આવનારી સરકારી નોકરી અંગે બેઝિક એજ્યુકેશન ડિરેક્ટર દ્વારા એક પત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં રિન્કુ સિંહ બેઝિક એજ્યુકેશન ઓફિસર તરીકે શું કામ કરશે તે અંગે જણાવવામાં આવ્યું છે કે આ નોકરીમાં રિન્કુ સિંહની જવાબદારી રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થાને મજબૂત બનાવવાની અને વિદ્યાર્થીઓ માટે અભ્યાસ માટે વધુ સારું વાતાવરણ બનાવવાની રહેશે.

રિન્કુની ક્રિકેટ કારકિર્દી
રિન્કુ સિંહની ક્રિકેટ કારકિર્દી વિશે વાત કરીએ તો, તેનું ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ડેબ્યૂ વર્ષ 2023 માં થયું હતું. તેણે અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયા માટે 2 ODI અને 33 T20 મેચ રમી છે. તેણે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 600 થી વધુ રન બનાવ્યા છે. રિન્કુ સિંહ IPL પણ રમે છે, જ્યાં તે KKRનો ભાગ છે. ક્રિકેટર રિન્કુ સિંહ 8મું પાસ છે. 9મા ધોરણમાં નાપાસ થયા પછી તેણે પોતાનો અભ્યાસ છોડી દીધો હતો. એવું પણ કહી શકાય કે નબળી આર્થિક સ્થિતિને કારણે રિન્કુ સિંહે પોતાનો અભ્યાસ છોડી દીધો અને કામ કરવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ, તેણે ક્રિકેટ રમવાનું બંધ કર્યું નહીં. તેનું સંપૂર્ણ ધ્યાન ક્રિકેટમાં કારકિર્દી બનાવવા પર આપ્યું હતું. રિન્કુ સિંહ પોતે કહે છે કે, ‘આર્થિક સ્થિતિ નબળી હોવાનાં કારણે એક સમયે મારી પાસે બોલ ખરીદવા માટે પણ પૈસા નહોતા અને મારા પિતા ગેસ સિલિન્ડર ડિલિવરી બોય તરીકે કામ કરતા હતા.’ રિન્કુ સિંહની ભાવિ પત્ની પ્રિયા સરોજ વ્યવસાયે વકીલ છે અને હાલમાં મછલીશહર લોકસભા મતવિસ્તારથી સાંસદ છે.

MEHTA AYUSHI
Author: MEHTA AYUSHI

Leave a Comment

Read More

error: Content is protected !!