10 લાખના કાર લોન માટે SBI, HDFC અને Bank of Barodaમાં 5 વર્ષ માટે કઈ બેંકની EMI સૌથી ઓછી? જાણો વ્યાજદર અને કુલ વ્યાજની સંપૂર્ણ માહિતી.

અમદાવાદ, શુક્રવાર
જો તમે નવી કાર ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો અને 10 લાખની કાર લોન લેવા ઈચ્છો છો, તો પહેલા EMI અને વ્યાજદરની સરખામણી કરવી ખૂબ જ જરૂરી છે. નાના વ્યાજદરનો ફરક પણ 5 વર્ષમાં હજારો રૂપિયાનો તફાવત ઊભો કરી શકે છે. હાલમાં SBI, HDFC Bank અને Bank of Baroda કાર લોન પર અલગ-અલગ વ્યાજદર ઓફર કરી રહ્યા છે. ચાલો સરળ ભાષામાં સમજીએ કે કઈ બેંક તમારા માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે.
કાર લોન મળવા માટે શું જરૂરી?
કોઈપણ બેંક લોન મંજૂર કરતા પહેલા નીચેની બાબતો ચેક કરે છે:
તમારી ઉંમર
માસિક આવક
CIBIL સ્કોર
હાલની EMI અથવા લોન
ખાસ કરીને, 800 અથવા તેથી વધુ CIBIL સ્કોર ધરાવતા ગ્રાહકોને ઓછી વ્યાજદર પર લોન મળવાની શક્યતા વધુ હોય છે. જો તમારો સ્કોર ઓછો હોય તો વ્યાજદર ઊંચો થઈ શકે છે. અંતિમ નિર્ણય બેંકનો રહેશે.
હાલનો શરૂઆતનો વ્યાજદર શું છે?
હાલમાં મુખ્ય બેંકોની શરૂઆતની કાર લોન Interest Rate આ પ્રમાણે છે:
SBI: 8.90% થી શરૂ
HDFC Bank: 9% થી શરૂ
Bank of Baroda: 8.50% (Fixed Rate) થી શરૂ
10 લાખના લોન પર 5 વર્ષ માટે EMI કેટલી આવશે?
હવે માનીએ કે તમે 10 લાખનો કાર લોન 5 વર્ષ (60 મહિના) માટે લો છો. તો ત્રણેય બેંકોમાં EMI અને કુલ વ્યાજ આ મુજબ રહેશે:
SBI (8.90% વ્યાજદર)
EMI: 20,710
કુલ વ્યાજ: 2,42,591
HDFC Bank (9% વ્યાજદર)
EMI: 20,758
કુલ વ્યાજ: 2,45,501
Bank of Baroda (8.50% વ્યાજદર)
EMI: 20,517
કુલ વ્યાજ: 2,30,992
કઈ બેંક છે સૌથી સસ્તી?
આ આંકડાઓ મુજબ Bank of Barodaની EMI સૌથી ઓછી છે. સાથે જ 5 વર્ષમાં ચૂકવવાનું કુલ વ્યાજ પણ સૌથી ઓછું આવે છે. એટલે જો ફક્ત વ્યાજદર અને EMIને ધ્યાનમાં લો તો Bank of Baroda વધુ ફાયદાકારક વિકલ્પ દેખાય છે.
કાર લોન લેતા પહેલા માત્ર EMI જ નહીં, પરંતુ તમારી લાયકાત, CIBIL સ્કોર અને બેંકની અન્ય શરતો પણ ધ્યાનમાં લેવી જરૂરી છે. 10 લાખના લોન માટે 5 વર્ષમાં Bank of Baroda હાલમાં સૌથી ઓછી EMI ઓફર કરી રહ્યું છે, જ્યારે SBI અને HDFC થોડા વધારે વ્યાજ પર લોન આપી રહ્યા છે.











