14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ સતત બીજી તોફાની સદી સાથે તોડ્યા તમામ રેકોર્ડ!

 વૈભવ સૂર્યવંશીએ દોહામાં રમાઈ રહેલા ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ૨૦૨૫ માં ભારત ‘એ’ તરફથી રમતા સંયુક્ત આરબ અમીરાત (UAE) સામે ધમાકેદાર પ્રદર્શન કરીને ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી

બિહારના ૧૪ વર્ષીય યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશીએ દોહામાં રમાઈ રહેલા ACC મેન્સ એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ૨૦૨૫ માં ભારત ‘એ’ તરફથી રમતા સંયુક્ત આરબ અમીરાત (UAE) સામે ધમાકેદાર પ્રદર્શન કરીને ક્રિકેટ જગતમાં સનસનાટી મચાવી દીધી છે. તેણે માત્ર ૩૨ બોલમાં સદી ફટકારીને એક મોટો રેકોર્ડ બનાવ્યો છે. ટી૨૦ ક્રિકેટમાં કોઈ ભારતીય બેટ્સમેન દ્વારા આ સંયુક્ત રીતે બીજી સૌથી ઝડપી સદી છે, જેમાં તેણે ઋષભ પંત (Rishabh Pant) ના રેકોર્ડની બરાબરી કરી છે.

વૈભવે પોતાની આ તોફાની ઇનિંગ્સમાં માત્ર ૪૨ બોલમાં ૧૪૪ રન બનાવ્યા, જેમાં ૧૫ છગ્ગા અને ૧૧ ચોગ્ગા ફટકાર્યા હતા અને તેનો સ્ટ્રાઇક રેટ ૩૪૨.૮૫ નો નોંધાયો હતો. તેની આ વિસ્ફોટક બેટિંગની મદદથી ભારત ‘એ’ એ ૨૦ ઓવરમાં ૨૯૭/૪ નો વિશાળ સ્કોર બનાવ્યો અને યુએઈને ૧૪૮ રનથી હરાવીને જીત મેળવી. આ સદી સાથે, વૈભવ સૂર્યવંશી ટી૨૦ ક્રિકેટમાં ૩૫ બોલથી ઓછામાં બે સદી ફટકારનાર વિશ્વનો એકમાત્ર ક્રિકેટર બની ગયો છે, કારણ કે તેણે આઇપીએલ ૨૦૨૫ માં પણ સૌથી યુવા ખેલાડી તરીકે ૩૫ બોલમાં સદી ફટકારી હતી.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!