જન સુરાજ પાર્ટીના ઉમેદવાર ચંદ્રશેખર સિંહનું પટનાની એક હોસ્પિટલમાં હૃદય રોગના હુમલા (Heart Attack) ના કારણે નિધન થયું છે.

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદ તરારી વિધાનસભા બેઠક પરથી જન સુરાજ પાર્ટીના ઉમેદવાર ચંદ્રશેખર સિંહનું પટનાની એક હોસ્પિટલમાં હૃદય રોગના હુમલા (Heart Attack) ના કારણે નિધન થયું છે. પાર્ટીના સૂત્રો અનુસાર, તેઓ છેલ્લા લગભગ ૧૦ દિવસથી બીમાર હતા અને તેના કારણે જ હોસ્પિટલમાં દાખલ હતા. તેમની અચાનક થયેલી વિદાયથી સ્થાનિક રાજકીય વર્તુળો અને પક્ષના નેતાઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
બીમારીના કારણે તેઓ ચૂંટણી પ્રચારમાં પણ ભાગ લઈ શક્યા નહોતા, જોકે તરારી બેઠક પર પહેલા તબક્કામાં મતદાન પૂર્ણ થઈ ગયું હતું. આ બેઠકના પરિણામો અનુસાર, ભાજપના ઉમેદવાર વિશાલ પ્રશાંતે અહીં ૧૧,૪૬૪ મતોના અંતરથી જીત મેળવી છે. ચંદ્રશેખર સિંહને આ ચૂંટણીમાં ૨,૨૭૧ મત મળ્યા હતા.











