ઓક્ટોબર 1થી 5 મોટા બદલાવ: LPG, રેલવે ટિકિટ બુકિંગ, UPI ટ્રાન્ઝેક્શન અને પેન્શનના નિયમો બદલાશે

જાણો 1 ઓક્ટોબર, 2025થી લાગુ થનારા 5 મોટા ફેરફારો વિશે જે સામાન્ય માણસના ફાઇનાન્સ પર સીધી અસર કરશે. LPGની કિંમતો, રેલવે ટિકિટ બુકિંગનો નવો રૂલ, UPI P2P ટ્રાન્ઝેક્શનનું સંભવિત ડિલીશન અને પેન્શન નિયમોમાં બદલાવની સંપૂર્ણ ડિટેલ્સ અહીં છે.

અમદાવાદ, બુધવાર
સપ્ટેમ્બર મહિનો પૂરો થતાં જ 1 ઓક્ટોબર, 2025થી દેશમાં પાંચ મોટા ચેન્જીસ લાગુ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર સામાન્ય નાગરિકના ખિસ્સા અને ઘરના બજેટ પર પડશે. આ ફેરફારોમાં LPG સિલિન્ડરના પ્રાઇસ, રેલવે ટિકિટ બુકિંગના રૂલ્સ અને પેન્શનના નિયમો મુખ્ય છે.

1. LPG સિલિન્ડરની કિંમતોમાં સંભવિત ફેરફાર
ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની 1લી તારીખે LPG સિલિન્ડરની કિંમતોમાં ફેરફાર કરે છે. આ વખતે, 1 ઓક્ટોબરથી LPG સિલિન્ડરના ભાવો બદલાવવાની પોસિબિલિટી છે. જોકે 19 કિલોગ્રામના કોમર્શિયલ સિલિન્ડરના ભાવોમાં ફેરફાર થયો છે, 14 કિલોગ્રામના ઘરેલું સિલિન્ડરના ભાવો લાંબા સમયથી સ્થિર છે. તેથી, આ વખતે ગ્રાહકોને કિંમતમાં રાહત મળવાની આશા છે. આ ઉપરાંત, ATF અને CNG-PNGની કિંમતોમાં પણ બદલાવ આવી શકે છે.

2. રેલવે ટિકિટ બુકિંગનો નવો રૂલ લાગુ
ઇન્ડિયન રેલવે દ્વારા 1 ઓક્ટોબર, 2025થી ટિકિટ બુકિંગમાં ગેરરીતિઓ રોકવા માટે એક મોટો ફેરફાર લાગુ કરવામાં આવી રહ્યો છે. નવા રૂલ મુજબ, ટિકિટ રિઝર્વેશન ખુલ્યા પછીની પહેલી 15 મિનિટ માટે, માત્ર તે જ લોકો ઓનલાઈન ટિકિટ (IRCTC વેબસાઇટ/એપ પર) બુક કરાવી શકશે જેમનું આધાર વેરિફિકેશન થયું છે. આ નિયમ હાલમાં તત્કાલ બુકિંગ પર લાગુ છે, પરંતુ હવે તેને રેગ્યુલર બુકિંગ પર પણ લાગુ કરાશે. કાઉન્ટર પર ટિકિટ લેવાની પ્રક્રિયામાં કોઈ ફેરફાર નહીં થાય.

3. UPI P2P ટ્રાન્ઝેક્શન સુવિધા પર અસર
ઓક્ટોબર મહિનાથી UPI યુઝર્સને અસર કરે તેવો એક મોટો ડિસીઝન લેવામાં આવી શકે છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI), યુઝર્સની સુરક્ષા વધારવા અને ફાઇનાન્સિયલ ફ્રોડ રોકવા માટે, 1 ઓક્ટોબર, 2025થી UPI એપ્સમાંથી સૌથી વધુ ઉપયોગમાં લેવાતી પીયર ટુ પીયર (P2P) ટ્રાન્ઝેક્શનની સુવિધા દૂર કરી શકે છે. આ નિર્ણયની સીધી અસર PhonePe, Google Pay અને Paytm જેવી મુખ્ય UPI એપ્સના કસ્ટમર્સ પર પડશે.

4. પેન્શન સંબંધિત નિયમોમાં બદલાવ
પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) દ્વારા 1 ઓક્ટોબર, 2025થી NPS, APY અને NPS લાઇટ સાથે જોડાયેલા પેન્શનર્સ માટે ફીમાં ફેરફાર કરાયો છે.

સરકારી કર્મચારીઓ માટે: નવા PRAN ખોલવાનો ચાર્જ E-PRAN કિટ માટે 18 અને ફિઝિકલ કાર્ડ માટે 40 કરાયો છે. વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ 100 રહેશે.

APY અને NPS લાઇટ સબસ્ક્રાઇબર્સ માટે: PRAN ખોલવાનો ચાર્જ અને વાર્ષિક મેન્ટેનન્સ ચાર્જ ઘટાડીને માત્ર 15 કરાયો છે, જ્યારે ટ્રાન્ઝેક્શન ચાર્જ શૂન્ય રહેશે.

5. બેન્કોમાં તહેવારોની બમ્પર રજાઓ
ઓક્ટોબર મહિનામાં તહેવારોની સિઝનને કારણે બેન્કોમાં કુલ 21 રજાઓ આવી રહી છે. આમાં મહાત્મા ગાંધી જયંતિ, દશેરા, દિવાળી, ભાઈબીજ અને છઠ પૂજા સહિત બીજા અને ચોથા શનિવાર તેમજ રવિવારની સાપ્તાહિક રજાઓ પણ સામેલ છે. જોકે, કસ્ટમર્સએ ધ્યાન રાખવું કે આ બેન્ક રજાઓ અલગ-અલગ રાજ્યો અને શહેરોમાં અલગ-અલગ હોઈ શકે છે.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!