957 કરોડના “ધૂમાડા” છતાં ગુજરાતની હવા-પાણી પ્રદૂષિત: શું દિલ્હી જેવી સ્થિતિની તૈયારી?

ગુજરાતમાં રૂપિયા 957 Crore ખર્ચવા છતાં હવા અને પાણીનું પ્રદૂષણ નિયંત્રણમાં નથી. અમદાવાદમાં હવા ગુણવત્તા સૂચકાંક વધ્યો, નવરાત્રિમાં ઘોંઘાટ પ્રદૂષણ ચિંતાજનક. જાણો શું ગુજરાત દિલ્હીની જેમ ગંભીર પર્યાવરણીય સંકટ તરફ જઈ રહ્યું છે?

અમદાવાદ, બુધવાર
ગુજરાત, જે ઔદ્યોગિક વિકાસની દોડમાં અગ્રેસર છે, ત્યાં હવે પ્રદૂષણ એક ગંભીર પડકાર બની રહ્યું છે. લોકસભામાં રજૂ થયેલા એક Report મુજબ, છેલ્લાં પાંચ વર્ષમાં પર્યાવરણ સુધારવા માટે કેન્દ્ર તરફથી મળેલા કુલ 1282 Crore માંથી રાજ્ય સરકારે લગભગ 957 Crore નો ખર્ચ કર્યો છે, છતાં રાજ્યમાં Air અને Water પ્રદૂષણ કાબૂમાં આવ્યું નથી. પર્યાવરણવિદોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય, તો ગુજરાતની દશા પણ દિલ્હી-હરિયાણા જેવી થઈ શકે છે.

અમદાવાદમાં વકરતું Air પ્રદૂષણ: AQI ચિંતાજનક
અમદાવાદ જેવી મેટ્રો સિટીમાં હવા ગુણવત્તા સૂચકાંક (AQI) સતત વધી રહ્યો છે, જે દર્શાવે છે કે ઔદ્યોગિકીકરણ અને વધતા જતા વાહનોના કારણે હવામાં ઝેરી કણોનું પ્રમાણ ખૂબ ઊંચું ગયું છે. ખાસ કરીને, વટવા, રખિયાલ, નરોડા જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં રાત્રે રાસાયણિક ગંધ એટલો પ્રબળ હોય છે કે સ્થાનિક રહેવાસીઓને નાક પર કપડું રાખવાની ફરજ પડે છે. અહીં ત્વચા રોગોના કેસોમાં પણ વધારો થયો છે.

Noise પ્રદૂષણ: નવરાત્રિ અને તહેવારોનો વધતો ઘોંઘાટ
માત્ર હવા જ નહીં, Noise પ્રદૂષણ પણ ચિંતાનો વિષય છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ના 2024−25ના અહેવાલ મુજબ, નવરાત્રિ દરમિયાન અમદાવાદના પૂર્વ વિસ્તારમાં મહત્તમ 103 ડેસિબલ અને પશ્ચિમ વિસ્તારમાં 85.80 ડેસિબલ જેટલો અવાજ નોંધાયો હતો, જે મનુષ્યની સાંભળવાની ક્ષમતા માટે અત્યંત નુકસાનકારક છે.

આ ઉપરાંત, દિવાળીના સમયગાળામાં અમદાવાદ શહેરમાં હવામાં PM-10 નું પ્રમાણ 165 અને PM-2.5 નું પ્રમાણ 38.33 સુધી પહોંચે છે. ગ્રામ્ય વિસ્તારમાં તો PM-10 નું પ્રમાણ 197 અને PM-2.5 નું પ્રમાણ 94 સુધી નોંધાયું છે, જે સ્પષ્ટપણે પ્રદૂષણ Level માં નોંધપાત્ર વધારો દર્શાવે છે.

GPCB પર સવાલ
કેન્દ્રની મોટી નાણાકીય સહાય અને 957 Crore ના ખર્ચ છતાં પ્રદૂષણ નિયંત્રણમાં મુખ્ય સુધારો થયો નથી. આજે પણ ગુજરાતની ઘણી પ્રદૂષિત નદીઓ છે અને 10થી વધુ જિલ્લાઓમાં ભૂગર્ભજળ પીવાલાયક રહ્યું નથી. આશ્ચર્યજનક બાબત એ છે કે 325 કરોરની કેન્દ્રીય ગ્રાન્ટ હજુ પણ વણવપરાયેલી પડી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) પ્રદૂષણને કાબૂમાં લેવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સરકારી દાવાઓથી વિપરીત, જમીની હકીકત દર્શાવે છે કે સ્થિતિમાં કોઈ ખાસ સુધારો થયો નથી.

VANDNA
Author: VANDNA

Leave a Comment

Read More

error: Content is protected !!