ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને પૂર્વ બેટ્સમેન મોહમ્મદ કૈફ વચ્ચે સોશિયલ મીડિયા પર આમને-સામને વિવાદ થયો છે.

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને પૂર્વ બેટ્સમેન મોહમ્મદ કૈફ વચ્ચે સોશિયલ મીડિયા પર આમને-સામને વિવાદ થયો છે. કૈફે ગુરુવારે બુમરાહના બોલિંગ સ્પેલનો ઉપયોગ કરવા અંગે એક પોસ્ટ શેર કરી, જેમાં તેમણે દાવો કર્યો કે ઈજાથી બચવા માટે બુમરાહ ટી૨૦ એશિયા કપમાં શરૂઆતમાં વધુ ઓવરો નાખી રહ્યા છે.
કૈફે પોતાની પોસ્ટમાં લખ્યું કે, રોહિત શર્માની કપ્તાની હેઠળ બુમરાહ સામાન્ય રીતે ૧લી, ૧૩મી, ૧૭મી અને ૧૯મી ઓવર નાખતા હતા, પરંતુ એશિયા કપમાં સૂર્યકુમાર યાદવની કપ્તાની હેઠળ તેમણે શરૂઆતમાં જ પોતાના સ્પેલની ત્રણ ઓવર ફેંકી દીધી છે. કૈફને ચિંતા છે કે વર્લ્ડ કપમાં મજબૂત ટીમો સામે ભારતને આનાથી નુકસાન થઈ શકે છે.
પૂર્વ બેટ્સમેન કૈફના આ દાવા પર બુમરાહે સરેઆમ તેમની ‘ક્લાસ’ લેતા જડબાતોડ જવાબ આપ્યો. બુમરાહે કૈફની પોસ્ટ પર સીધી ટિપ્પણી કરતા લખ્યું, “પહેલા પણ ખોટા હતા, હવે પણ ખોટા છો.”
ઉલ્લેખનીય છે કે, કૈફે આ પહેલા પણ દાવો કર્યો હતો કે શરીર સાથ ન આપવાના કારણે બુમરાહ જલ્દી જ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ શકે છે. જોકે, બુમરાહે એશિયા કપમાં અત્યાર સુધી ચાર મેચોમાં ૫ વિકેટ ઝડપીને પોતાનું પ્રદર્શન સારું રાખ્યું છે અને ટીમ ભારત ફાઇનલમાં પહોંચી છે.











