બિહાર વિધાનસભા ચૂંટણીમાં ‘નવું મોડલ’ લાગુ, CEC એ આપી 30 ક્રાંતિકારી સુધારાની માહિતી

આગામી બિહાર વિધાનસભા ચૂંટણીમાં અનેક ક્રાંતિકારી સુધારાઓ પ્રથમ વખત લાગુ કરવામાં આવી રહ્યા છે, જે સમગ્ર દેશ માટે એક નવો દાખલો બેસાડશે.

આગામી બિહાર વિધાનસભા ચૂંટણીમાં અનેક ક્રાંતિકારી સુધારાઓ પ્રથમ વખત લાગુ કરવામાં આવી રહ્યા છે, જે સમગ્ર દેશ માટે એક નવો દાખલો બેસાડશે. મુખ્ય ચૂંટણી કમિશ્નર (CEC) જ્ઞાનેશ કુમારે પટણામાં તેમના બે દિવસીય પ્રવાસના સમાપન સમયે આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી પંચની 30 નવી પહેલો પૈકીની ઘણી પહેલનો પ્રાયોગિક ધોરણે પ્રથમ અમલ બિહારમાં કરવામાં આવી રહ્યો છે, જ્યારે 17 નવા કાર્યકારી ઉપાયો આગામી ચૂંટણી અને મતગણતરી પ્રક્રિયામાં લાગુ કરવામાં આવશે.

CEC જ્ઞાનેશ કુમારે કરેલી જાહેરાત મુજબ, હવે બૂથ લેવલ ઑફિસર (BLO)ને આધુનિક સ્માર્ટ ID કાર્ડ આપવામાં આવશે, જેથી તેઓ મતદારોને મળે ત્યારે લોકો તેમને સરળતાથી ઓળખી શકે. એક અન્ય મહત્ત્વનો સુધારો એ છે કે મતદાન કેન્દ્રો પર આવતા મતદારોએ તેમના મોબાઈલ ફોન મતદાન બૂથની બહાર જમા કરાવવાના રહેશે. આ માટે સ્વદેશી કબૂતરખાના શૈલીના કે નાના જૂટ બેગ્સ તૈયાર કરવામાં આવશે, જેમાં મોબાઈલ સુરક્ષિત રીતે રાખી શકાશે.

વ્યવસ્થાપનની વાત કરીએ તો, જ્ઞાનેશ કુમારે સ્પષ્ટ કર્યું કે હવે દેશના કોઈપણ મતદાન કેન્દ્ર પર 1200થી વધુ મતદારો નહીં હોય, જેનાથી મતદાન પ્રક્રિયા વધુ સરળ બનશે. આ ઉપરાંત, પ્રથમવાર બિહારથી વન-સ્ટોપ ડિજિટલ પ્લેટફોર્મનો અમલ પણ કરવામાં આવી રહ્યો છે. મતદાનની સુવિધા માટે ઉમેદવારોના સુવિધા ટેબલ માટેની અંતર મર્યાદા પણ ઘટાડવામાં આવી છે; હવે આ ટેબલ મતદાન કેન્દ્રોની નજીક 150 મીટરના બદલે 100 મીટરના અંતરે લગાવવાની મંજૂરી આપવામાં આવશે.

RAO GARIMA
Author: RAO GARIMA

Leave a Comment

Read More

error: Content is protected !!